Bollywood/ સોનુ સૂદના પોસ્ટર પર લોકોએ દૂધથી કર્યો અભિષેક, એક્ટર કહ્યું – આભારી છું…

લોકોનું માનવામાં આવે તો સોનુ સૂદ જે કરે છે તે થૈંકલેસ છે, એટલે કે તેનું કોઈ મૂલ્ય નથી. પરંતુ લોકો તેમની રીતે સોનુ સૂદનો આભાર માનતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ તેનું મંદિર બનાવ્યું,

Entertainment
A 254 સોનુ સૂદના પોસ્ટર પર લોકોએ દૂધથી કર્યો અભિષેક, એક્ટર કહ્યું - આભારી છું...

કોરોનાવાયરસ મહામારીને કારણે ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં સોનુ સૂદે  પરપ્રાંતિય મજૂરોને મદદ કરી અને  તેમને તેમના ઘરે મોકલ્યા હતા. સોનુ સૂદ સતત ઉમદા કામો કરી રહ્યો છે, તેની ભલાઈને કારણે લોકો હવે તેમને મસીહા કહેવા લાગ્યા છે. તાજેતરના સમયમાં, એવું જોવા મળ્યું છે કે સોનુ સૂદ મસીહાના પુરાવા આપતા જોવા મળ્યા છે, તેણે ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલોમાં બેડ અને જરૂરીયાતમંદોને દવાઓ આપી છે.

લોકોનું માનવામાં આવે તો સોનુ સૂદ જે કરે છે તે થૈંકલેસ છે, એટલે કે તેનું કોઈ મૂલ્ય નથી. પરંતુ લોકો તેમની રીતે સોનુ સૂદનો આભાર માનતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ તેનું મંદિર બનાવ્યું, તો કેટલાક લોકોએ તેની મૂર્તિને હાર પહેરાવતા જોવા મળી રહ્યા છે. આવી જ સ્થિતિ હવે જોવા મળી રહ્યું છે કે. કેટલાક લોકો સોનુ સૂદના એક મોટા પોસ્ટર પર દૂધથી અભિષેક કરી રહ્યા છે.

આ પણ વાંચો :‘તાઉ તે’ વાવાઝુડાએ અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ના સેટને કર્યો તહેસનહેસ

ઘણી વખત જોવા મળ્યું છે કે ડોકટરો કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓ માટે રિમેડિસિવરના ઇન્જેક્શન પ્રિસ્ક્રીપ્શનમાં લખી આપે છે. પરંતુ બ્લેક માર્કેટિંગ અને સ્ટોકની અછતને કારણે, આ ઇન્જેક્શન બજારમાં મળતા જ નથી. રેમડેસીવીર ઇન્જેક્શન નો સ્ટોક બજારમાં ઓછો હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દવાઓ અને ઇન્જેક્શન ની અછત ને જોતા સોનું સુદે ડોકટરોને અપીલ કરી છે કે જે દવાઓ બજારમાં યોગ્ય રીતે મળે છે, ડોકટરો દર્દીઓને આ દવાઓ કેમ નથી લખી દેતા?

આ પણ વાંચો :સિંગર અરિજીત સિંઘની માતાનું કોરોનાથી નિધન, કલકત્તાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

સોનુ સૂદે હાલમાં જ કરેલા ટ્વિટમાં ડોકટરોને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. સોનુ સૂદનું કહેવું છે કે જે દવાઓ અને ઇન્જેક્શન્સ મળતાં નથી એને ડૉક્ટર્સ શું કામ મંગાવે છે? એના બદલામાં એનો પર્યાયી મંગાવવો જોઈએ. દેશમાં ચોક્કસ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન્સની ઊણપ સર્જાઈ છે. એથી એની કાળા બજારી પણ કરવામાં આવે છે. પોતાનાં સગાંસંબંધીઓને બચાવવા માટે જરૂરતમંદ લોકો એને ઊંચા ભાવે ખરીદે પણ છે. એવામાં ટ્વિટર પર સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘એક સરળ સવાલ છે. જ્યારે સૌને જાણ હોય છે કે કોઈ ચોક્કસ ઇન્જેક્શન ક્યાંય મળતું જ નથી તો ડૉક્ટર એ જ ઇન્જેક્શનની ભલામણ શું કામ કરે છે? હૉસ્પિટલોને જ આવી દવાઓ નથી મળી રહી તો સામાન્ય માણસો ક્યાંથી લાવશે? એ દવાના અન્ય પર્યાયનો ઉપયોગ કરીને વ્યક્તિનો જીવ ન બચાવી શકાય?’

આ પણ વાંચો :અલ્લુ અર્જુને તેના સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો માટે ઉઠાવી જવાબદારી

આપને જણાવી દઈએ કે અગાઉ સોનુ સૂદ પર ઓડિશાના ગંજામ જિલ્લાના ડીએમ દ્વારા તેની મદદ અંગે સવાલ ઉઠાવ્યા હતા. હકીકતમાં, બ્રહ્મપુરમાં એક દર્દીને સોનુએ હોસ્પિટલમાં બેડ અરેન્જ કરાવી દીધો હતો. જેની માહિતી સોનુએ તેના ટ્વિટર પર આપી હતી. આ અંગે સોમવારે ડીએમ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે ‘સોનુ સૂદ દ્વારા કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી અને તે જે દર્દીને બેડ અરેન્જ કરાવ્યો હોવાની વાત કહી રહ્યો છે તે હોમ આઈસોલેશનમાં છે અને સ્થિર છે. ડીએમના આ ટ્વિટ પર સોનુ સૂદે જવાબ આપતા એક અન્ય ટ્વિટ કર્યું, જેમાં તેણે વ્હોટ્સએપ પર દર્દી સાથે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો.

kalmukho str 17 સોનુ સૂદના પોસ્ટર પર લોકોએ દૂધથી કર્યો અભિષેક, એક્ટર કહ્યું - આભારી છું...