Not Set/ ‘તાઉ તે’ વાવાઝુડાએ અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ના સેટને કર્યો તહેસનહેસ

દેશના દક્ષિણપશ્ચિમ ભાગમાં ‘તાઉ તે’ વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. જ્યાં એક બાજુ દેશના જુદા જુદા ભાગોમાં ઝાડ પડેલા જોવા મળી રહ્યા છે,

Trending Entertainment

દેશના દક્ષિણપશ્ચિમ ભાગમાં ‘તાઉ તે’ વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. જ્યાં એક બાજુ દેશના જુદા જુદા ભાગોમાં ઝાડ પડેલા જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ ક્યાંક લાખનું નુકસાન થયું છે. લગભગ એક ડઝન લોકો આ વાવાઝોડાનો ભોગ બન્યા છે. આવી સ્થિતિમાં મુંબઈ જે  મહારાષ્ટ્રની રાજધાની છે. ત્યાં ફિલ્મી ઉદ્યોગો પર આ વાવાઝોડાની ઘણી અસર જોવા મળી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અજય દેવગનની ફિલ્મ મેદાનનો સેટ પર તાઉ તે તોફાનના આગમનને કારણે ઘણું નુકસાન થયું છે. ફિલ્મના સેટને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તોફાનના જોરદાર પવનને કારણે સેટને ઘણું નુકસાન થયું છે. સેટના વિનાશને કારણે ફિલ્મના શૂટિંગ પર અસર થઈ શકે છે. આ વાવાઝોડા દરમિયાન 40 જેટલા લોકોએ સેટને સાચવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેમના પ્રયત્નમાં સફળ થઈ શક્યા નહીં અને સેટ સંપૂર્ણ પડી ભાંગ્યો છે.

આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસની એન્ટ્રી, પટનામાં નોંધાયા 4 કેસ, જાણો કોના માટે વધુ ખતરનાક

અજય દેવગનની ફિલ્મનો સેટ જ નહીં, સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3 ના સેટને pm નુકસાન થયું છે. આ સિવાય ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના સેટને પણ ભારે નુકસાન થયું છે.

ભારે વરસાદને કારણે અમિતાભ બચ્ચનની ઓફિસ જનકમાં પણ પાણી ભરાઈ ગયું છે. તેમણે બ્લોગમાં આ અંગેની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે જનક ઓફિસ તેમના બંગલા જલસાની એકદમ નજીક છે. જનકમાંથી અમિતાભ બચ્ચન પોતાના જરૂરી કામ કરે છે. તેમણે અહીંયા પોતાનું જીમ પણ બનાવ્યું છે.

આ પણ વાંચો :ગુજરાતમાં આવી રીતે સરળતાથી મળશે મ્યુકોરમાઇકોસિસનું ઈન્જેકશન

બ્લોગમાં અમિતાભે કહ્યું હતું કે તેમની ઓફિસ જનકમાં ચારે બાજુ પાણી જ પાણી હતું. પાણી કાઢવા માટે આખા સ્ટાફે ઘણી જ મહેનત કરી હતી. આ દરમિયાન તેઓ પૂરી રીતે પલળી ગયા હતા. ત્યારબાદ તેમણે પોતાના વોર્ડરોબમાંથી ટી-શર્ટ્સ આપી હતી. આ ઉપરાંત તેમણે અભિષેકની ફૂટબોલ ટીમ પિંક પેથર્સની ટી-શર્ટ પણ પહેરવા આપી હતી.

આ પણ વાંચો : હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના, સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર