કૌભાંડ/ મહેસાણા ઊંઝા APMC સેસ કૌભાંડ મામલો, MLA આશા પટેલ, ચેરમેન સામે નોંધાઈ શકે ફરિયાદ

કોર્ટે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ ચેરમેન દિનેશ પટેલ સેક્રેટરી પટેલ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે. અને વધુ તપાસ ગાંધીનગર CID  ક્રાઈમ ને સોપવાનો નિર્ણય કર્યો છે. 

Gujarat Others Trending
  • ઊંઝા કોર્ટનો ગાંધીનગર CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવા આદેશ
  • ફરિયાદ સૌમિલ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવશે
  • MLA આશા પટેલ, ચેરમેન સામે નોંધાઈ શકે ફરિયાદ
  • સેક્રેટરી વિષ્ણુ પટેલ સામે પણ નોંધાઈ શકે ફરિયાદ
  • સ્થાનિક તંત્રે સહયોગ ન આપતા અરજદારની કોર્ટમાં અરજી
  • કોર્ટે પુરાવા અને ફરિયાદીને સાંભળ્યા બાદ કર્યો આદેશ
  • ગાંધીનગર CID ફરિયાદ બાદ કરશે તપાસ

ઊંઝા APMC સેસ  કૌભાંડ મામલે સ્થાનિક કોર્ટે કરેલા હુકમ અનુસાર ભાજપના ધારાસભ્ય આશા પટેલ અને apmc ચેરમેન દિનેશ પટેલ વિરુધરોધ ફરિયાદ નોંધાવી શકે છે તો સાથે સેક્રેટરી વિષ્ણુ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે.

ઊંઝા એપીએમસી માં કાર્યરત ક્લાર્ક સૌમિલ પટેલ દ્વારા ભાજપના નેતાઓ દ્વારા કૌભાંડ કરવા અને કરાવવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. આ મામલામાં કોર્ટે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી છે અને જેને લઇ ઉત્તર ગુજરાતના રાજકારણમાં વાવાઝોડુ વ્યાપી ગયું છે.

ઉલ્લેખનીય છે કે અરજદાર સમીર પટેલે આઠ માસ પહેલા 16 સપ્ટેમ્બર 2020 ના રોજ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, સેક્રેટરી વિષ્ણુ પટેલ, ધારાસભ્ય આશાબેન પટેલ દ્વારા રોકડ કેસ માં સેસ  લઇ ઘરભેગો કરવાના પુરાવા સાથે ઘટસ્ફોટ કર્યો હતો અને આ અંગે સમીર પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા,  ઊંઝા પોલીસ મથકના પીઆઈને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી.  તો સાથે ગાંધીનગર સ્થિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી હતી .

સૌમિલ  પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી પુરાવાઓ ભેગા કરી અને સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું અને લાગતા વળગતા અધિકારીઓ અને તે અંગે ફરિયાદ પણ કરી હતી પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આખરે કોર્ટનું શરણું લેવું પડ્યું હતું અને કોર્ટે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ ચેરમેન દિનેશ પટેલ સેક્રેટરી પટેલ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે. અને વધુ તપાસ ગાંધીનગર CID  ક્રાઈમ ને સોપવાનો નિર્ણય કર્યો છે.