Dharma & Bhakti/ આજે રાત્રે શનિ અને અરુણ ગ્રહનું ‘ડબલ ગોચર’ અને ત્રિ-એકાદશ યોગ…4 રાશિઓના નસીબનું તાળું ખૂલશે!

Double Gochar (ડબલ ગોચર)નો ખાસ સંયોગ આજે મોડી રાત્રે રચાશે…અરુણ અર્થાત્ યૂરેનસ અને શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી આ 4 રાશિઓ લાભાન્વિત થશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Double Gochar, ડબલ ગોચર, શનિ, અરુણ

Dharm & Bhakti: આજે 20 જાન્યુઆરી (20 January) 2026ની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે, આજે મોડી રાત્રે એક સાથે બે મોટા ગ્રહ (Grah) નક્ષત્ર પરિવર્તન કરવા જઇ રહ્યાં છે જેના લીધે ગ્રહોના ‘ડબલ ગોચર’ (Double Gochar)નો ખાસ સંયોગ રચાવા જઇ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, વર્ષ 2026ના આ પ્રથમ મહિનો અર્થાત્ જાન્યુઆરી ગ્રહો અને નક્ષત્રોના દ્રષ્ટિકોણથી અત્યંત વિશેષ રહ્યો છો. વાસ્તવમાં, આ માસ દરમિયાન ગ્રહોની ચાલમાં સતત મોટા પરિવર્તનો જોવા મળી રહ્યા છે.

ગ્રહોના ‘ડબલ ગોચર’ (Double Gochar)નો ખાસ સંયોગ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં નવરત્નોનું વર્ણન મળી આવે છે. નવરત્નોનો સંબંધ નવ ગ્રહો સાથે હોવાનું માનવામાં આવે છે. શનિદેવ ન્યાયના દેવતા કહેવાય છે. એમની ઉપાસનાથી જાતકના જીવનમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. વર્ષ 2026માં શનિ મીન રાશિમાં જ રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલું છે. શનિના અશુભ પ્રભાવથી લોકો ભયભીત રહે છે! જો કે, એવું પણ નથી કે, શનિ મહારાજ માત્ર અશુભ ફળ જ પ્રદાન કરે છે! એ શુભ ફળ પણ આપે છે. એવું કહે છે કે, શનિ શુભ બને તે સમયે જાતકનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે!

મોડી રાત્રે કરશે નક્ષત્ર પરિવર્તન

પંચાંગ અનુસાર, આજે મોડી રાત્રે અરુણ (Uranus) અર્થાત્ યૂરેનસ સૂર્યના કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આજે જ શનિદેવ (Shani Grah) પોતાના જ નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરશે આ દરમિયાન મંગળ-શનિની યુતિ (Mangal-Shani Yuti) રચાવાથી એક અત્યંત લાભકારક યોગ રચાશે જેને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઇએ તો ત્રિ-એકાદશ યોગ (Tri Ekadash Yog) કહેવાય છે. આવા Double Gochar યોગ જવલ્લે જ રચાય છે પરંતુ, એની અસરો લાંબા સમય સુધી જોવા મળે છે.

આ બેવડા ગોચર (Double Gochar)નો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે પણ 4 રાશિઓ પર એનો વિશેષ પ્રભાવ રચાશે અને એ ફાયદાકારક પણ રહેશે. આ રાશિ (Zodiac Sign)ના જાતકોના અટકેલા કામ આગળ ધપશે અને આ સંયોગના કારણે, આર્થિક સ્થિતિ (Economic Condition)માં સુધારાના સંકેત મળી રહ્યાં છે.

Double Gochar, ડબલ ગોચર, શનિ, અરુણ

ધનુ રાશિ

ધનુ રાશિ (Dhanu Rashi) માટે આ સમય અપેક્ષાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો છે. આ Double Gochar ના કારણે ઘણા લાંબા સમયથી જે યોજનાઓ બનાવી રહ્યાં હતા એમની ઉપર કાર્ય કરવાનો આરંભ કરશો, ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને અચાનક ધન લાભ થઇ શકે છે. નોકરીમાં તમને યશ અને આગવી ઓળખ પ્રાપ્ત થશે. યાત્રા (Travel) કરવાથી કે નવા લોકોને મળવાથી ભવિષ્યમાં લાભ થવાની સંભાવના છે.

Double Gochar, ડબલ ગોચર, શનિ, અરુણ

વૃષભ રાશિ

વૃષભ રાશિ (Vrushabh Rashi)ના જાતકો માટે આ સમય ધન તથા મન, બંને દ્રષ્ટિકોણથી રાહતનો રહેશે. તમે જે ઇચ્છાઓ મનમાં ધરબીને ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યાં હતા એ હવે ફળીભૂત થવાની સંભાવનાઓ બની રહી છે. આવક (Income)ના નવા માર્ગ પ્રશસ્ત બનશે અને ઑફિસમાં તમારા કાર્યની પ્રશંસા થશે. શનિ અને યુરેનસના Double Gochar થી પ્રમોશનના યોગ પણ રચાશે. સંબંધોમાં મીઠાશ વધશે અને તમારી ઊર્જા સકારાત્મક બનશે.

Double Gochar, ડબલ ગોચર, શનિ, અરુણ

કર્ક રાશિ

કર્ક રાશિ (Kark Rashi)ના જાતકો માટે આ બેવડું ગોચર સકારાત્મક પરિવર્તન લાવશે અને જે કાર્યો વારંવાર અટકતા હતા એ હવે પૂર્ણ થશે. આર્થિક નિર્ણયોમાં સમજદારી વધશે અને સ્થિતિ બહેતર બનશે. નવું કાર્ય કે પ્રોજેક્ટ આરંભ કરવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે. તમારુ મન સંતુલિત અને શાંત (Mental Balance) રહેશે અને કુટુંબ સાથે ઉત્તમ સમય વીતશે.

Double Gochar, ડબલ ગોચર, શનિ, અરુણ

મેષ રાશિ

મેષ રાશિ (Mesh Rashi)ના જાતકો માટે 20 જાન્યુઆરીનો આ સંયોગ નવી શરુઆતના સંકેત આપી રહ્યાં છે. ઘણા લાંબા સમયથી જે કાર્યો વિલંબિત થઇ રહ્યાં હતા એમાં હવે આ Double Gochar સંયાગથી ગતિ આવશે. કેરિયર (Career) સાથે સંલગ્ન નિર્ણયો તમારા પક્ષમાં અને અનુકૂળ રહેશે. નોકરી કે વ્યવસાયમાં નવીન તકો મળવાની સંભાવના છે જેથી તમારી આવક વધી શકે છે. ઘર-પરિવારનું વાતાવરણ પણ સહકારપૂર્ણ રહેશે. આ ઉપરાંત, મિત્રોથી પણ મદદ મળી શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: આજે મંગળ ગોચરથી સર્જાશે ત્રિગ્રહી યોગ અને રુચક રાજયોગ એકસાથે, 5 રાશિઓનો સુવર્ણકાળ પ્રારંભ..!

આ પણ વાંચો: 2026 માં 30 જાન્યુઆરીએ થશે ગુરુનું ગોચર…જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 રાશિઓની ખુશીને લાગશે ગ્રહણ..!