પ્રખ્યાત સિંગર અરિજીત સિંઘની માતાનું નિધન થયું છે. ગુરુવારે કલકત્તાની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમને કોરોના પોઝિટિવ આવ્યા પછી દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ ઇસીએમઓ પર હતા અને તેમની હાલત નાજુક હતી. ગુરુવારે સવારે તેમનું નિધન થયું છે.
અહેવાલ મુજબ, ગુરુવારે સવારે અરિજીત સિંઘની માતાની તબિયત લથડી હતી અને તેમણે સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેત્રી સ્વાસ્તિક દ્વારા થોડા દિવસો પહેલા અરિજીત સિંઘની માતા માટે રક્તદાતાની જરૂરિયાત અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદ ખબર પડી કે અરિજીત સિંઘની માતાની તબિયત ખરાબ છે. તે કોરોના સામે જંગ લડી રહ્યા હતા.
આ પણ વાંચો :અલ્લુ અર્જુને તેના સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો માટે ઉઠાવી જવાબદારી
અરિજીતની માતા હોસ્પિટલમાં દાખલ છે તે વાતની પુષ્ટિ અભિનેત્રી સ્વાસ્તિકાએ કરી હતી. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે, અરિજીત સિંહની માતા માટે A-બ્લડની જરૂર છે. તે અમ્રી ધકુરિઆમાં એડમિટ છે. ફિલ્મ મેકર શ્રીજીત મુખર્જીએ પણ લોકોને રિક્વેસ્ટ કરી હતી. તેમણે બંગાળીમાં ટ્વિટ કરી અરિજીત સિંહની માતા માટે મદદ માંગી હતી.
ઉલ્લેખનીય છે કે, અરિજીત સિંહે વર્ષ 2005 માં કરિયરની શરૂઆત કરી હતી. તેણે સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં ભાગ લીધો હતો. આ શો દ્વારા તે પરિચીત બન્યો હતો. કરિયર દરમિયાન ઘણું સંઘર્ષ કરનાર અરિજીતને ફિલ્મ ‘આશિકી ૨’ના ગીત ‘તુમ હી હો’ દ્વારા ઓળખ મળી હતી. અરિજીત રોમેન્ટિક ગીતોને લીધે યુવાઓના દિલો પર રાજ કરે છે.
આ પણ વાંચો :યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માટે મસમોટી ફી લે છે શિવાંગી જોશી, જગુઆર કારમાં કરે છે સવારી
આ પણ વાંચો :કોરોના સંક્રમિત દર્દીઓ માટે સોનુએ ડોક્ટરને પૂછ્યા આ પ્રશ્ન…કે મચી ગઇ સનસનાટી

