ગયા વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણા હોનહાર કલાકારો ગુમાવ્યો છે, એવું લાગે છે કે આ વર્ષ કંઈક એવું જ પસાર થશે. તાજેતરમાં, સંદીપ નાહર, જેણે સુશાંત સિંહ રાજપૂત સાથે એમએસ ધાની અને અક્ષય કુમાર સાથે કામ ફિલ્મ કેસરીમાં કર્મ કર્યું હતું તેણે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું, હવે એવા અહેવાલ છે કે તમિલ ટીવી અભિનેતા ઇન્દ્ર કુમારે પોતાનું જીવન ટુંકાવ્યું છે. અહેવાલો અનુસાર અભિનેતાએ તેના મિત્રના ઘર પર ફાંસી લગાવી દીધી છે.
અહેવાલો અનુસાર, ઇન્દ્ર કુમાર તેના મિત્રને તેના ઘરે મળવા ગયા હતા. જ્યાં તે સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અભિનેતાના મિત્રને આ વાતની જાણ થતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. ઇન્દ્ર કુમારની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત અને અક્ષય કુમાર સાથે કામ કરનાર અભિનેતા સંદિપ નાહરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આપઘાત કરતા પહેલા તેના ફેસબુક પર એક વીડિયો સાથેની લાંબી નોંધ પોસ્ટ કરી હતી. સુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. આ સાથે અભિનેતાએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે તેમનો પરિવાર જરાય જવાબદાર રહેશે નહીં. અભિનેતા સંદીપની પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે તેમની અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
