Entertainment News : ઓટીટી (OTT) પ્લેટફોર્મની અત્યંત સુપરહિટ અને પ્રતિક્ષિત સાયકોલોજીકલ થ્રિલર સિરીઝ ‘અસુર’ ની ત્રીજી સીઝન (Asur Season 3) ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ગૌરવ શુક્લા (Gaurav Shukla)દ્વારા સર્જાયેલી આ ક્રાઇમ થ્રિલર ફ્રેન્ચાઇઝી (Crime thriller franchise)ની સીઝન ૩ નું શૂટિંગ આગામી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. દર્શકોના પ્રિય કલાકારો અર્શદ વારસી અને બરુન સોબતી ફરી એકવાર પોતાના આઇકોનિક પાત્રો ધનંજય રાજપૂત અને નિખિલ નાયર તરીકે સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે.
Asur Season 3 : શ્વેતા બાસુ પ્રસાદની એન્ટ્રી અને કેમેરા પાછળનો મોટો ફેરફાર
આ નવી સીઝનમાં લોકપ્રિય અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ પણ સ્ટારકાસ્ટમાં જોડાવા જઈ રહી છે. જોકે, તેના પાત્ર અંગેની વિગતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે, જ્યારે અન્ય કલાકારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. સીઝન 3 નું પટકથા લેખન (Script) પૂર્ણ થઈ ગયું છે.
આ સીઝનમાં સૌથી મોટો ફેરફાર કેમેરાની પાછળ જોવા મળશે. અત્યાર સુધી પ્રથમ બે સીઝનનું દિગ્દર્શન (Direction)ઓની સેન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે સિરીઝના રચયિતા અને લેખક ગૌરવ શુક્લા પોતે ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. તેઓ નવી સીઝનનું નિર્દેશન કરવાની સાથે પ્રોડ્યુસરની જવાબદારી પણ સંભાળશે.
આ પણ વાંચો :Eyewitness to a Nation: પાંચ દાયકાની પત્રકારત્વની સફર હવે મોટા પડદા પર
આ પણ વાંચો :મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલના ડેટિંગની ચર્ચા વચ્ચે એક્ટ્રેસે આપ્યો જવાબ, કહ્યું- ‘બ્રો, રિલેક્સ…’
આ પણ વાંચો :‘ધ પેરેડાઇઝ’ના ટીઝરમાં નાની અને રાઘવ જુયાલનો પ્રચંડ એક્શન અવતાર
