Entertainment News/ અભિષેક બચ્ચનનું અપમાન કરનાર સમય રૈનાને બિગ બીએ આપ્યો જડબાતોડ જવાબ

કોમેડિયન સમય રૈનાએ અભિષેક બચ્ચન પર કરેલા વિવાદિત જોક બાદ Amitabh Bachchan સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. બિગ બીએ ઇન્ટરનેટની દુનિયા અને સંસ્કારો પર જે વાત કહી છે તે અત્યારે ભારે વાયરલ થઈ રહી છે.

Trending Entertainment
Amitabh Bachchan

Amitabh Bachchan Cryptic Post Summary: સોશિયલ મીડિયા પર અત્યારે ફેમસ કોમેડિયન સમય રૈના (Samay Raina) પોતાના એક વિવાદિત જોકને કારણે લોકોના નિશાના પર છે. સમય રૈનાએ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન અને તેમના પરિવાર પર એક અત્યંત અંગત અને તીખો કટાક્ષ કર્યો હતો. આ વિવાદ વચ્ચે હવે ખુદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેને સમય રૈના માટેનો વળતો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. બિગ બીએ સીધું નામ લીધા વગર ‘ઇન્ટરનેટના તોફાન’ અને ‘સંસ્કારો’ વિશે ગંભીર વાત કરી છે.

Amitabh Bachchan

શું હતો સમય રૈનાનો વિવાદિત જોક?

સમય રૈનાએ તેના કોમેડી શો ‘Still Alive’ માં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અભિષેક બચ્ચનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “જ્યારે હું KBCમાં ગયો ત્યારે મને મનમાં વિચાર આવતો હતો કે અમિતાભ સરને પૂછું કે સર, તમે પોલિયોની આટલી એડ કરી, છતાં પોતાના પુત્રને કેમ પગ પર ઉભો ન કરી શક્યા?” આ જોક વાયરલ થતા જ લોકો ભડક્યા છે અને તેને કોમેડી નહીં પણ ‘બદતમીજી’ ગણાવી રહ્યા છે. એજાઝ ખાન જેવા સેલેબ્સે પણ સમય રૈનાને આ બાબતે ખરીખોટી સંભળાવી છે.

Amitabh Bachchan

Amitabh Bachchanની પોસ્ટ: ‘એક સમયમાં એક’

83 વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને શનિવારે (11 એપ્રિલ) સવારે તેમના બ્લોગમાં એક રહસ્યમય વાત લખી:

તેમણે લખ્યું કે, “આજકાલ ઇન્ટરનેટનું તોફાન એટલું ઝડપી છે કે તે તમારું ધ્યાન એટલી બધી દિશાઓમાં ખેંચે છે કે ‘સાચી વાત’ અને ‘સત્ય’ શું છે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.”

બિગ બીએ ‘સમય’ શબ્દનો ઉપયોગ કરતા લખ્યું કે, સમય હંમેશા સન્માનજનક યાદો જગાડે છે. જે લોકો ભૂતકાળને જીવ્યા છે તે મૂલ્યોને સમજે છે, પરંતુ આજના ‘વર્તમાન’ માં જીવનારાઓ માટે કદાચ આ બધું મહત્વનું નથી. તેઓ નવા આવિષ્કારોમાં એટલા લીન છે કે જૂના સંસ્કારોને પાછળ છોડી રહ્યા છે.

ગરીમા જાળવીને આપ્યો જવાબ

સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) સીધું નામ લીધા વગર સમય રૈનાના શબ્દો અને તેની વર્તણૂક પર તંજ કસ્યો છે. હંમેશા શાંતિથી જવાબ આપવા માટે જાણીતા બિગ બીએ ફરી એકવાર પોતાની ગરિમા જાળવીને સાબિત કર્યું છે કે કેમ તેમને ‘સદીના મહાનાયક’ કહેવામાં આવે છે.


આ પણ વાંચો:  અલ્લુ અર્જુન લેશે 125 કરોડ જ્યારે દીપિકાને મળશે માત્ર 25 કરોડ, 700 કરોડની ફિલ્મ ‘રાકા’નું બજેટ સાંભળી ચોંકી જશો

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો: સમય રૈનાએ મૌન તોડ્યું! કેમ ડિલીટ કરવા પડ્યા ‘India’s Got Latent’ ના એપિસોડ?