Not Set/ આગામી વર્ષે રીલીસ થશે હાઉસફુલ-૪, જાણો કોણ-કોણ હશે

સાઉથની ફિલ્મોમાં એ લિસ્ટની ગણાતી અભિનેત્રી પૂજા હેગડેને સાજિદ નડિયાદવાલાની સુપરહિટ સિરિઝ હાઉસફૂલની ચોથી કડી માટે સાઇન કરાઇ હોવાની માહિતી મળી હતી. આમ તો પૂજાને બોલિવૂડમાં ૨૦૧૬માં એન્ટ્રી મળી હતી. જ્યારે એણે ટોચના અભિનેતા રિતિક રોશન સાથે આશુતોષ ગોવારીકરની ફિલ્મ મોહંજો દારો કરી હતી. દુર્ભાગ્યે મોહેં જો દારોને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિભાવ નહીં મળતાં […]

Entertainment

સાઉથની ફિલ્મોમાં એ લિસ્ટની ગણાતી અભિનેત્રી પૂજા હેગડેને સાજિદ નડિયાદવાલાની સુપરહિટ સિરિઝ હાઉસફૂલની ચોથી કડી માટે સાઇન કરાઇ હોવાની માહિતી મળી હતી. આમ તો પૂજાને બોલિવૂડમાં ૨૦૧૬માં એન્ટ્રી મળી હતી. જ્યારે એણે ટોચના અભિનેતા રિતિક રોશન સાથે આશુતોષ ગોવારીકરની ફિલ્મ મોહંજો દારો કરી હતી. દુર્ભાગ્યે મોહેં જો દારોને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિભાવ નહીં મળતાં પૂજાના અભિનયની પૂરતી નોંધ લેવાઇ નહોતી. એટલે એ ફરી સાઉથની ફિલ્મોમાં બીઝી થઇ ગઇ હતી. હવે એને સાજિદ નડિયાદવાલાની સુપરહિટ કોમેડી સિરિઝ હાઉસફૂલની ચોથી કડી માટે સાઇન કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી. ચોથી કડીમાં સાજિદ નડિયાદવાલા ઉપરાંત ફોક્સ સ્ટાર સ્ટુડિયો પણ સહનિર્માતા છે.

આ ફિલ્મમાં ટોચના કલાકારો સામેલ છે. પહેલી કડીથી સતત અક્ષય કુમાર,રિતેશ દેશમુખ,જોન્ની લીવર વગેરે કલાકારો આ ફિલ્મ સિરિઝ સાથે સંકળાયેલા હતા. પહેલી બે કડીનું ડાયરેક્શન સાજિદ ખાને કર્યું હતું. ત્રીજી કડી સંગીતકાર સાજિદ વાજિદે ડાયરેક્ટ કરી જે બોક્સ ઑફિસ પર ફ્લોપ નીવડી હતી. ચોથી કડી માટે ફરી સાજિદ ખાનને લેવામાં આવ્યા હતા. હવે પૂજા હેગડેને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી. આ ફિલ્મ એને ફળશે એવી અપેક્ષા રખાય છે.

આ ફિલ્મ 25 ઓક્ટોમ્બર 2019ના રોજ રીલીશ થાય તેવી શક્યતાઓ છે.