મુંબઈ
અભિનેત્રી ‘પૂજા દદવાલ’ હાલ ટીબીની બીમારીથી પીડાઈ રહી છે. પરંતુ તેની આ બીમારી કરતા પણ દુઃખદ વાતએ છે કે ‘સલમાન ખાન‘ની ફિલ્મમાં હિરોઈન બનેલી આ અભિનેત્રી પાસે ઈલાજ કરાવવાના પૈસા નથી. પૂજા છેલ્લા 15 દિવસથી મુંબઈના શિવડી હોસ્પિટલમાં એડ્મિટ છે. પૂજાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ, કે મને 6 મહિના પહેલા ખબર પડી હતી કે મને ટીબી જેવી બીમારી થઇ છે. મેં મદદ માટે સલમાન ખાનનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ જ વાત થઇ શકી નથી. જો સલમાન મારા વિડીયો જોશે તો જરૂર મારી મદદ કરશે.

તમને જણાવી દઈએ કે, પૂજા 1995માં આવેલી ફિલ્મ ‘વીરગતિ‘ માં સલમાન ખાનની હિરોઈન બની હતી.
પુજાના નજીકના લોકો દ્રારા જાણવા મળ્યું હતું કે તેની આ બીમારીના કારણે પતિ અને પરિવારે તેને એકલી મૂકી દીધી છે.
પૂજા દદવાલ વધુમાં જણાવ્યું હતું કે તે ગોવામાં છેલ્લા ઘણા વર્ષોથી એક કસીનોને મેનેજ કરવાનું કામ કરતી હતી.
સલમાન અને પૂજાની ફિલ્મ ‘વીરગતિ’ને કેકે સિંહએ નિર્દેશિત કરી હતી.
હાલ પૂજા ચા પીવા માટે પણ બીજા પે નિર્ભર રહે છે.
ફિલ્મ ‘તુમસે પ્યાર હો ગયા’ માં રવી કરશના સાથે પૂજા ડડવાલ જોવા મળી હતી.
ફિલ્મ ‘રાત કા દુસરા પહર’માં અભિનેતા અમન સાગરના સાથે જોવા મળી હતી પૂજા દદવાલ
ફિલ્મ ‘હિન્દુસ્તાન’માં અયૂબ ખાન સાથે પૂજા દદવાલએ કામ કર્યું હતું.
