Not Set/ જાણો,સલમાન ખાનની ફિલ્મ દબંગ-3ના ડાયરેક્ટર કોણ છે?

મુંબઈ બોલીવુડ ના સુપરસ્ટાર એવા ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાન મે મહિનામાં દબંગ-3નું શુટિંગ શરૂ કરવાના છે. સલમાનની પહેલી દબંગ અને દબંગ-2 બોક્સ ઓફિસ પર હીટ રહી છે. ત્યારે સલમાન દબંગ-3ના શુટિંગની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સલમાની ફિલ્મ દબંગ-3ને ડાયરેક્ટર અરબાઝ ખાન નહિ હોય તેના બદલે આ ફિલ્મને દિગ્દર્શક પ્રભુદેવા […]

Entertainment
laaa જાણો,સલમાન ખાનની ફિલ્મ દબંગ-3ના ડાયરેક્ટર કોણ છે?

મુંબઈ

બોલીવુડ ના સુપરસ્ટાર એવા ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાન મે મહિનામાં દબંગ-3નું શુટિંગ શરૂ કરવાના છે. સલમાનની પહેલી દબંગ અને દબંગ-2 બોક્સ ઓફિસ પર હીટ રહી છે. ત્યારે સલમાન દબંગ-3ના શુટિંગની તૈયારી કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સલમાની ફિલ્મ દબંગ-3ને ડાયરેક્ટર અરબાઝ ખાન નહિ હોય તેના બદલે આ ફિલ્મને દિગ્દર્શક પ્રભુદેવા દ્રારા કરશે. આ પહેલા પણ પ્રભુદેવા સલમાનની ફિલ્મને દિગ્દર્શક કરી ચૂકયા છે. 2009માં આવેલી વોન્ટેડ ફિલ્મનું  ડાયરેક્ટર પ્રભુદેવાએ જ કર્યું હતું.

દબંગ-3માં પણ સલમાન પોલીસ ઇન્સ્પેકટર ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને સલમાન ઘણા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

મહત્વનું એ છે કે, આ ફિલ્મનું શુટિંગ મે મહિનામાં શરૂ કરવામાં આવશે અને ઓક્ટોબરમાં પૂરું કરવામાં આવશે અને ફિલ્મના ફિલ્મ મેકર આ ફિલ્મને  28 ડીસેમ્બરના રોજ રીલીઝ કરવાનું વિચારી રહ્યા છે.