મુંબઈ,
બોલીવુડની ચાંદની કહેવાતા શ્રીદેવીનું શનિવાર રાત્રે દુબઈની હોટેલમાં નિધન થયું હતું. અભિનેત્રીના નિધનના ત્રણ દિવસ બાદ તેઓનો પાર્થિવ દેહ મંગળવાર રાત્રે મુંબઈ પહોચ્યો હતો. બુધવારે બોલીવુડની ચાંદની અંતિમ સફર પર નીકળશે. આ પહેલા મુંબઈના સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ મુકવામાં આવ્યો છે. શ્રીદેવીના લાખો ચાહકો તેમજ બોલીવુડની અનેક ખ્યાતનામ હસ્તિઓ અંતિમ દર્શન કરી રહ્યા છે. ત્યારબાદ બપોરના ૩.૩૦ વાગ્યે વિલે પાર્લેના પવન હંસ શ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બીજી બાજુ બુધવાર વહેલી સવારથી જ બોલીવુડની અનેક ખ્યાતનામ હસ્તિઓ તેમજ લાખો ચાહકો શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. બોલીવુડની ડ્રીમ ગર્લ કહેવાતા હેમા માલિની, જેકી શ્રોફ, અજય દેવગન, બચ્ચન પરિવાર સહિતની તમામ હસ્તિઓ સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીના અંતિમ દર્શન પહોચ્યા છે.
જુઓ, LIVE અપડેટ્સ :
બોલીવુડની ડ્રીમ ગર્લ કહેવાતા હેમા માલિની અને એષા દેઓલ પહોંચ્યા સેલિબ્રેશન ક્લબ
https://twitter.com/ANI/status/968709149570797568
કોરીયોગ્રફાર સરોજ ખાન, અભિનેત્રી જયા બચ્ચન અને માધુરી દિક્ષીત પહોંચ્યા સેલિબ્રેશન ક્લબ
https://twitter.com/ANI/status/968721234476306433
બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય પહોંચ્યા શ્રીદેવીના અંતિમ દર્શન
https://twitter.com/ANI/status/968714676321255424
બોલીવુડ અભિનેતા અને બોની કપૂરના ભાઈ સંજય કપૂર, રિહા કપૂર અને હર્ષવર્ધન કપૂર પહોંચ્યા સેલિબ્રેશન ક્લબ
https://twitter.com/ANI/status/968708772389679105
ફિલ્મ નિર્માતા સરોજ ખાન અને સોનમ કપૂર પહોંચ્યા અંતિમ દર્શન માટે
બોલીવુડ અભિનેતા અરબાઝ ખાન પહોંચ્યા સેલિબ્રેશન ક્લબ
બોલીવુડ અભિનેતા અજય દેવગન, જેકલીન ફર્નાન્ડીઝ અને કાજોલ પહોંચ્યા અંતિમ દર્શન માટે
ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈ, તબ્બુ, નીલિમ અઝીઝ, આનંદ આહુજા, જાવેદ અખ્તર, શબાના આઝમી, મનીષ મલ્હોત્રા, પ્રેમ ચોપરા પણ શ્રીદેવીના અંતિમ દર્શને પહોંચ્યા હતા.
આ ઉપરાંત નેહા ધૂપિયા, સોહા અલી ખાન, ફિલ્મ શોલેના નિર્માતા રમેશ સિપ્પી, સંજય લીલા ભણસાલી, રેખા, જ્હોન અબ્રાહમ, સિંગર અલકા યાજ્ઞિક, આદિત્ય પંચોલી તેમજ વિવેક ઓબરોય પણ પરિવારજનો સાથે સેલિબ્રેશન ક્લબ ખાતે પહોંચ્યા હતા.
બોલીવુડ અદાકારા શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યા લાખો ચાહકો
બોલીવુડની ચાંદની શ્રીદેવીને તમિલનાડુની એક પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહત્વનું છે કે, શનિવારે રાત્રે દુબઈની હોટલમાં થયેલા બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ ઉભી થયેલી અટકળો વચ્ચે એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં આ અભિનેત્રીનું નિધન આકસ્મિક રીતે ડૂબવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ દુબઈની કાનૂની ઔપચારિકતાઓ તેમજ ફોરેન્સિક રિપોર્ટના કારણે તેઓના પરિવારજનોને પાર્થિવ દેહ આપવામાં આવ્યો નથી અને ભારત લાવવામાં વધુ સમય લાગી રહ્યો હતો અને અંતે મંગળવાર રાત્રે મુંબઈ પહોચ્યો હતો.