Not Set/ પૂર્વ અમેરિકાના વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટનએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદને લાયક નથી

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિના ઉમેદવાર રહી ચુકેલા  હિલેરી ક્લિન્ટન શનિવારે ઇન્ડિયા ટુડે કોન્ક્વેલ-૨૦૧૮માં હાજર રહ્યા હતા. આ દરમ્યાન તેમણે હાલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખુબ ટીકા કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચુંટણીના પ્રચારને નિશાનો બનાવતા હિલેરીએ કહ્યું કે ટ્રમ્પ ક્યારેય રાષ્ટ્રપતિ બનવાને લાયક જ નથી. આ ઉપરાંત અમેરિકાની રાજનીતિ પર તેમના વિચાર જણાવતા […]

India
hillary પૂર્વ અમેરિકાના વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટનએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદને લાયક નથી

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિના ઉમેદવાર રહી ચુકેલા  હિલેરી ક્લિન્ટન શનિવારે ઇન્ડિયા ટુડે કોન્ક્વેલ-૨૦૧૮માં હાજર રહ્યા હતા. આ દરમ્યાન તેમણે હાલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખુબ ટીકા કરી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચુંટણીના પ્રચારને નિશાનો બનાવતા હિલેરીએ કહ્યું કે ટ્રમ્પ ક્યારેય રાષ્ટ્રપતિ બનવાને લાયક જ નથી.

આ ઉપરાંત અમેરિકાની રાજનીતિ પર તેમના વિચાર જણાવતા કહ્યું કે જો તમે અમેરિકાની રાજનીતિમાં રૂચી રાખો છો તો આગામી કેટલાક વર્ષોમાં આ રાજનીતિ ઘણી દિલચસ્પ થવાની છે.વધુમાં તેમણે કહ્યું કે હું ડેમોક્રેટ્સને જીતાડવા માટે ઘણી મહેનત કરી રહી છુ કે જેથી બંને પાર્ટીમાં સંતુલન બનાવવામાં મદદ મળી રહે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલ જે રીતે અમેરિકાને આગળ લઇ જઈ રહ્યા છે તેનાથી પૂર્વ રાષ્ટ્રપતિ પણ ચિંતિત છે.

તમને  જણાવી દઈએ કે હિલેરી ક્લિન્ટનના પતિ બિલ ક્લિન્ટન એ પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે.આ દંપતી અમેરિકાના ભવિષ્યને લઈને હાલ ખુબ ચિંતિત છે.

અમેરિકાના લોકતંત્ર પર વિશ્વાસ કરનારા લોકો પણ હવે ત્રસ્ત થઇ ગયા છે.

પૂર્વ વિદેશમંત્રી હિલેરીએ કહ્યું કે મને આ વાતનું ઘણું દુઃખ છે કે હું ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનવાથી રોકી ન શકી. ટ્રમ્પ દુનિયાને ખોખલી બનાવી રહ્યા છે. ટ્રમ્પના શાસનના લીધે અમેરિકા તેની હકીકતની જવાબદારીથી પાછળ જઈ રહ્યું છે.

ઉપરાંત હિલેરીએ ચુંટણીમાં પોતાની હાર માટે રશિયાને જવાબદાર ગણાવ્યું હતું.હિલેરીએ ભારતના બે મોઢે વખાણ કર્યા હતા અને કહ્યું કે  ભારત માટે તેમના અને તેમના પરિવારના દિલમાં અલગ સ્થાન છે. વર્તમાન સમયમાં દુનિયામાં ઘણું બધું ઘટી રહ્યું છે આ દરમ્યાન ભારતે આ તમામ ઘટનાને ધ્યાનમાં રાખવાની જરૂર છે.