Not Set/ વિશાખાપટ્ટનમ/ ફાર્મા કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 12 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

  આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમની એક કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે ભારે આગ ભભૂકી ઉઠી હતી. જે.એન.ફાર્મા સિટીની રામકે સોલવન્ટ બિલ્ડિંગમાં આગ લાગી છે. એક પછી એક, ઘણા લોકોએ કહ્યું છે કે બિલ્ડિંગમાંથી ઘણા વિસ્ફોટોનો અવાજ આવ્યો, ત્યારબાદ જ્વાળાઓ ઉઠવા લાગી. ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પોલીસ ડેપ્યુટી કમિશનરે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં કોઈનું […]

India
d50a6c4781546b05ab79266233b4c55b 2 વિશાખાપટ્ટનમ/ ફાર્મા કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 12 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે
d50a6c4781546b05ab79266233b4c55b 2 વિશાખાપટ્ટનમ/ ફાર્મા કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 12 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

 

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમની એક કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે ભારે આગ ભભૂકી ઉઠી હતી. જે.એન.ફાર્મા સિટીની રામકે સોલવન્ટ બિલ્ડિંગમાં આગ લાગી છે. એક પછી એક, ઘણા લોકોએ કહ્યું છે કે બિલ્ડિંગમાંથી ઘણા વિસ્ફોટોનો અવાજ આવ્યો, ત્યારબાદ જ્વાળાઓ ઉઠવા લાગી. ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

પોલીસ ડેપ્યુટી કમિશનરે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં કોઈનું મોત થયું નથી. ઔદ્યોગિક એકમમાં આગ લાગતા સમયે માત્ર ચાર લોકો હાજર હતા. આગ લાગતા જ ચારેય બહાર આવવામાં સફળ થયા હતા. પોલીસે જણાવ્યું છે કે આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, વિશાખાપટ્ટનમમાં એલજીની એક ફેક્ટ્રીમાં કેમિકલ લિકનાં સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનામાં 11 લોકોનાં મોત થયા હતા. જ્યારે 1 હજારથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા.