અનલોક પછી પહેલીવાર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું હોય તેવું બિહાર પહેલુ રાજ્ય બની રહ્યું છે. જી હા, આવતી કાલ એટલે કે 16 જુલાઇથી સમગ્ર બિહારમાં ફરી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જી હા, બિહાર સરકાર દ્વારા આવતી કાલે એટલે કે, 16 જુલાઈથી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર જોવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પૂરને કારણે બિહારમાં પાણી પાણી જોવામાં આવી રહ્યું છે. કોરોના અને પૂર બનેંના કારણે રાજ્યમાં અનેક લોકોનું જીવન તણાવમાં આવી ગયુ હોવાની વિગતો વિદિત છે. ત્યારે નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ બધુ બંધ રાખવાનો સરકાર દ્રારા કડક નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે.
તારીક 16 એટલે કે આવતી કાલથી લાગુ કરવામા આવી રહેલ લોકડાઉનમાં પહેલાં લોકડાઉન જેવી જ જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન દરમિયાન માત્ર અને માત્ર જીવન જરૂરિયાતની સેવા ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….