Not Set/ અહીં દારૂની દુકાનો ખુલતા જ વ્યક્તિએ કરી બોટલની પૂજા

રાજ્યના મદુરાઇ શહેરમાં દારૂની દુકાન ખોલવા મંજુરી મળી છે. ત્યારે એક સ્થાનિક નાગરિકે દુકાનમાંથી દારૂની બોટલ ખરીદીને તેની પૂજા કરી હતી. . ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો જાહેર કર્યો છે.

India Trending
eco 1 અહીં દારૂની દુકાનો ખુલતા જ વ્યક્તિએ કરી બોટલની પૂજા

કોરોના વાઇરસના કારને દેશના જુદાજુદા રાજ્યોમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જેમાં વિવિધ વ્યવસાય ની સાથે દારૂની દુકાનો પણ બંધ રાખવા માટે સૂચનો કરેલા છે. જો કે કોરોના કેસમાં ક્રમશ: ઘટાડો થતા પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમિળનાડુમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક દારૂના શોખીને દારૂની દુકાન ખુલતા જ બોટલની પૂજા શરુ કરી હતી.

રાજ્યના મદુરાઇ શહેરમાં દારૂની દુકાન ખોલવા મંજુરી મળી છે. ત્યારે એક સ્થાનિક નાગરિકે દુકાનમાંથી દારૂની બોટલ ખરીદીને તેની પૂજા કરી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો જાહેર કર્યો છે.

તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને રવિવારે 14 જૂનથી રાજ્યના લગભગ 27 જિલ્લાઓમાં વધુ છૂટછાટની ઘોષણા કરી હતી, જેમાં ચાની દુકાનો ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. પશ્ચિમ ભાગમાં સાત અને કાવેરી ડેલ્ટા ક્ષેત્રમાં ચાર સિવાય, બાકીના 27 જિલ્લાઓમાં નવી રાહત લાગુ કરવામાં આવશે. આમાં ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

તમિળનાડુમાં, સલૂન, ઉદ્યાનો અને સરકાર દ્વારા સંચાલિત દારૂની દુકાનો પાંત્રીસ દિવસ બાદ 14 જૂને ફરી ખુલી હતી. રાજ્ય સરકારે શુક્રવારે આવી છૂટછાટની ઘોષણા કરી હતી. ઉપરાંત, તેણે 21 જૂનની સવાર સુધી લોકડાઉન વધાર્યું હતું. ધાર્મિક અને પર્યટક સ્થળો બંધ રહેશે અને લોકડાઉનનાં વિસ્તૃત સમયગાળા દરમિયાન કોઈ જાહેર કે ખાનગી બસ સેવા ચલાવવામાં આવશે નહીં.

ચાની દુકાનો સવારે 6 થી સાંજના 5 સુધી ખુલ્લી રહેશે
સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાની દુકાનો સવારે 6 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલી શકાશે. તેમણે લોકોને ગરમ ચા ઘરે લઈ જવા પ્લાસ્ટિકની થેલીઓને બદલે વાસણોનો ઉપયોગ કરવાની અપીલ કરી. કોવિડ -19 ની બીજી લહેર ને કારણે 10 મેના રોજ રાજ્યમાં લોકડાઉન લાગુ થયા બાદ આ દુકાનો બંધ કરવામાં આવી હતી. અને આ પ્રતિબંધો સમય-સમય પર લંબાવાયા છે.

ઇ-સેવા કેન્દ્રો સરકારી સેવાઓ માટે પણ ખુલશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મીઠાઇની દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે ખોલવામાં આવશે અને ફક્ત પાર્સલ સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે.’ મુખ્યમંત્રીએ કહ્યું કે સર્ટિફિકેટ મેળવવા જેવી ઘણી સરકારી સેવાઓ માટેના ઇ-સેવા કેન્દ્રો પણ સોમવારથી કાર્યરત થઈ જશે. તેમણે કહ્યું કે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન કંપનીઓની કચેરીઓને પણ 50 ટકા કાર્યબળ સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. બાંધકામના કામ માટેની પરવાનગી આપવામાં આવી ચુકી છે