Not Set/ તાજમહેલ અંગે ભાજપના MLA એ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો, શું કહ્યું ?

વિશ્વની સાત અજાયબીઓ માંથી એક તાજમહેલ અંગે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. ઉત્તરપ્રદેશમાં મેરઠ જીલ્લાના સરઘના સીટથી MLA સંગીત સોમે ભારતીય સંસ્કૃતિનો ડાઘ ગણાવતા જણાવ્યું કે, તાજમહેલ ગદ્દારોએ બનાવ્યો છે, તેને ઈતિહાસમાં સ્થાન ન મળવું જોઈએ. જયારે બીજેપીના નેતાઓ તાજમહેલને દેશનું હેરીટેજ ગણાવી રહ્યા છે. મહત્વનું છે કે, […]

India
maxresdefault 2 1 તાજમહેલ અંગે ભાજપના MLA એ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો, શું કહ્યું ?

વિશ્વની સાત અજાયબીઓ માંથી એક તાજમહેલ અંગે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. ઉત્તરપ્રદેશમાં મેરઠ જીલ્લાના સરઘના સીટથી MLA સંગીત સોમે ભારતીય સંસ્કૃતિનો ડાઘ ગણાવતા જણાવ્યું કે, તાજમહેલ ગદ્દારોએ બનાવ્યો છે, તેને ઈતિહાસમાં સ્થાન ન મળવું જોઈએ. જયારે બીજેપીના નેતાઓ તાજમહેલને દેશનું હેરીટેજ ગણાવી રહ્યા છે.

મહત્વનું છે કે, આ પહેલા તાજમહેલને ઉત્તરપ્રદેશના ટુરીઝમ પુસ્તકમાં સ્થાન આપવામાં ન આવતા યોગી સરકારની ભારે ટીકા થઇ હતી અને ત્યારબાદ જણાવવામાં આવ્યું કે તાજમહેલ એ દેશનું હેરીટેજ છે.