Not Set/ ઉત્તરપ્રદેશમાં ગોરખપુરની બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજમાં ઓક્સિજનની સપ્લાય શરૂ થઇ ગઇ

ઉત્તરપ્રદેશમાં ગોરખપુરની બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજમાં ઓક્સિજનની સપ્લાય શરૂ થઇ ગઇ છે. ઓક્સિજન સપ્લાય રોકાઇ જવાને કારણે છેલ્લા 48 કલાકમાં 70 બાળકોના મોત થયા હતા. હવે ઓક્સિજન સપ્લાય કરનારી કંપની પુષ્પા સેલ્સને 51 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે…મહત્વનું છે કે ઓક્સિજનની નિયમિત સપ્લાય ના મળવાને કારણે વૈકલ્પિક રીતે ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી […]

India
brdoxygen k3QB ઉત્તરપ્રદેશમાં ગોરખપુરની બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજમાં ઓક્સિજનની સપ્લાય શરૂ થઇ ગઇ

ઉત્તરપ્રદેશમાં ગોરખપુરની બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજમાં ઓક્સિજનની સપ્લાય શરૂ થઇ ગઇ છે. ઓક્સિજન સપ્લાય રોકાઇ જવાને કારણે છેલ્લા 48 કલાકમાં 70 બાળકોના મોત થયા હતા. હવે ઓક્સિજન સપ્લાય કરનારી કંપની પુષ્પા સેલ્સને 51 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે…મહત્વનું છે કે ઓક્સિજનની નિયમિત સપ્લાય ના મળવાને કારણે વૈકલ્પિક રીતે ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે. આઇજીએલ અને મોદી ફાર્મા નામની કંપનીમાંથી આવેલા સિલેન્ડર અલગ અલગ વોર્ડમાં લગાવીને સપ્લાય કરવામાં આવી રહી છે…તો બીજી તરફ ઇસેફ્લાઇટિસ માટે બનેલા 100 નંબરના વોર્ડમાં એક સાથે 16 સિલેન્ડર લાગે છે જે દોઢ કલાક સુધી ચાલે છે…જો કે આજે સવારે 50 સિલેન્ડર મંગાવવામાં આવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, ઓક્સિજનની સપ્લાય કરનારી કંપનીને હોસ્પિટલ પાસેથી 66 લાખ રૂપિયા લેવાના બાકી હતા. આ મેડિકલ કોલેજમાં ઓક્સિજનની સપ્લાય કરનારી કંપની લખનઉની પ્રાઇવેટ કંપની પુષ્પા સેલ્સ છે. મેડિકલ કોલેજને 10 લાખ રૂપિયાના ઉધાર પર જ ઓક્સિજન મળી શકે તેમ હતું.