હૈદરાબાદ,
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૧૩ રને રોમાંચક વિજય મેળવ્યો છે. લો સ્કોરિંગ મેચમાં SRH દ્વારા આપવામાં આવેલા ૧૩૩ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૧૯ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને હૈદરાબાદની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો વિજય હાંસલ કર્યો હતો.
And, it's all over here at Hyderabad as the #SRH beat #KXIP by 13 runs in a low scoring game.#SRHvKXIP pic.twitter.com/vaW8M3hMig
— IndianPremierLeague (@IPL) April 26, 2018
સનરાઈઝર્સ હૈદરાબાદના શાનદાર વિજયના હિરો ઝડપી બોલર સંદીપ શર્મા, સ્પિન બોલર રાશિદ ખાન અને મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડે રહ્યા હતા. પરંતુ પંજાબના ઝડપી બોલર અંકિત રાજપૂતને તેની શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રાજપૂતે ૪ ઓવરમાં માત્ર ૧૪ રન આપી ૫ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
Innings Break!
5-wicket haul by @Ankit412rajpoot and #KXIP restrict the #SRH to a total of 132/6.
Chase coming up in a bit.#SRHvKXIP #VIVOIPL pic.twitter.com/K7UxpWfxzr
— IndianPremierLeague (@IPL) April 26, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૩૨ રન બનાવી શકી હતી. SRH તરફથી મનીષ પાંડેએ ૫૧ બોલમાં ૫૪ રન બનાવી આઉટ થયો હતો જયારે યુસુફ પઠાણે ૨૧ રન અને ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ ઉલ હસને ૨૮ રન બનાવ્યા હતા. આ સિવાય SRHનો કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો.
Much needed runs for #SRH as @im_manishpandey brings up his FIFTY off 48 balls.#SRHvKXIP pic.twitter.com/U7hzU1pj94
— IndianPremierLeague (@IPL) April 26, 2018
પંજાબની ટીમ તરફથી ઝડપી બોલર અંકિત રાજપૂતે શાનદાર પ્રદર્શન કરતા IPLની ૧૧મી સિઝનમાં પ્રથમવાર પાંચ વિકેટ લીધી હતી. રાજપૂતે ૪ ઓવરમાં માત્ર ૧૪ રન આપી સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૩૩ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમની શરૂઆત સારી રહી હતી અને કેરેબિયન સ્ફોટક ઓપનર ક્રિશ ગેઈલ અને કે એલ રાહુલની જોડીએ ટીમને પહેલી વિકેટ માટે ૫૫ રનની ભાગીદારી નોધાવી હતી. ક્રિશ ગેઈલે ૨૩ જયારે કે એલ રાહુલે ૨૬ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા.
🙌
Rashid Khan in the house!#SRHvKXIP pic.twitter.com/cO1vh5eRcZ
— IndianPremierLeague (@IPL) April 26, 2018
જો કે ત્યારબાદ માત્ર SRHના બોલરોની ઘાતક બોલિંગ સામે પંજાબની ટીમનો ધબડકો થયો હતો પૂરી ટીમ માત્ર ૧૧૯ રનમાં સમેટાઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી સ્પિન બોલર રાશિદ ખાને સૌથી વધુ ૩, જયારે ઝડપી બોલર સંદીપ શર્મા, બસિલ થમ્પી અને શાકિબ ઉલ હસને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
આ સાથે SRHની ટીમે સતત બે લો સ્કોરિંગ મેચમાં સફળતા મેળવી છે. આ પહેલા મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સામે પણ ૩૧ રને વિજય મેળવવામાં સફળ રહી હતી.
