T-20 SERIES/ ભારતે 73 રને જીતી મેચ, સિરીઝમાં ન્યૂઝીલેન્ડને કર્યું ક્લીન સ્વીપ

આ મેચ જીતવા ન્યુઝીલેન્ડ તેના ટાર્ગેટનો પીછો કરતા માત્ર 111 રન પર સમેટાઇ ગઇ હતી, અક્ષર પટેલે 3 વિકેટ જ્યારે હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી 

Top Stories Sports

ભારતે છેલ્લી T-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 73 રનથી હાર આપી છે અને વ્હાઇટોશ કરીને 3-0 ક્ષેણી જીતી હતી, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને સાત વિકેટે 184 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈશાન કિશને 29, શ્રેયસ અય્યરે 25 અને વેંકટેશ અય્યરે 20 રન બનાવ્યા હતા.  આ મેચ જીતવા ન્યુઝીલેન્ડ તેના ટાર્ગેટનો પીછો કરતા માત્ર 111 રન પર સમેટાઇ ગઇ હતી

ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધારે 3 વિકેટ લીધી હતી જ્યારે હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી ,ટીમે બેટિંગ બોલિંગમાં સારૂ પ્રદર્શન કરીને સીરિઝ 3-0થી જીતી હતી.