ગણેશોત્સવ/ લાલ બાગનાં રાજાની પ્રથમ તસવીર થઇ વાયરલ, જુઓ

મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ લાલબાગ કા રાજા છે અને તે લાલબાગ, મુંબઈનાં પરેલ વિસ્તારમાં સ્થિત છે.

Top Stories India
11 39 લાલ બાગનાં રાજાની પ્રથમ તસવીર થઇ વાયરલ, જુઓ

આજે એટલે કેે શુક્રવાર 10 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થયો છે. આવી સ્થિતિમાં, તમે જાણતા જ હશો કે આ તહેવાર દેશભરમાં, ખાસ કરીને મુંબઈ (મહારાષ્ટ્ર) માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જોકે આ વખતે એવું નથી. આ વખતે કોરોનાનાં કારણે આ તહેવાર ઘણા નિયમો હેઠળ મુંબઈમાં ઉજવવામાં આવી રહ્યો છે. જો કે ગણેશ મહોત્સવ દરમિયાન, વિવિધ સ્થળોએ ગણપિત બપ્પાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. જોકે, તેમાં સૌથી ખાસ મુંબઈનાં લાલ બાગનાં રાજાની પ્રતિમા છે.

11 40 લાલ બાગનાં રાજાની પ્રથમ તસવીર થઇ વાયરલ, જુઓ

આ પણ વાંચો – તહેવાર / આજથી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ, મહારાષ્ટ્રમાં સરકારે ભીડ ન ભેગી કરવા કરી અપીલ

આપને જણાવી દઇએ કે, ગણેશ મહોત્સવની લોકો છેલ્લા ઘણા દિવસોથી રાહ જોઇ રહ્યા હતા. જો કે આજે ગણેશ ચતુર્થીએે લોકો કોરોના ગાઇડ લાઇનનું પાલન કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે હવે દેશની આર્થિક રાજધાની મુંબઈનાં લાલબાગની આપણે કેવી રીતે ભૂલી શકીએ છીએ. જણાવી દઇએ કે, મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ લાલબાગ કા રાજા છે અને તે લાલબાગ, મુંબઈનાં પરેલ વિસ્તારમાં સ્થિત છે.

https://twitter.com/ANI/status/1436257958602715155?s=20

ભક્તો હંમેશા દૂર દૂરથી ભગવાન ગણપતિનાં દર્શન કરવા આવે છે. હવે તાજેતરમાં જ લાલ બાગનાં રાજાની પ્રથમ તસવીર સામે આવી છે, જે તમે અહીં જોઈ શકો છો. હા, લાલબાગ રાજા 2021 ની તસ્વીર બહાર આવી છે જે ખૂબ જ મજબૂત છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે લાલ બાગનાં રાજા સાપ પર બેઠો છે.

11 41 લાલ બાગનાં રાજાની પ્રથમ તસવીર થઇ વાયરલ, જુઓ

આ પણ વાંચો – ગણેશોત્સવ / અજય દેવગને ગણેેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવતા બપ્પાનું કર્યુ સ્વાગત

તેમની પાછળ એક સાપ છે જે તેમની આસપાસ છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે બાપ્પાની બેસવાની શૈલી તેટલી ઉત્તમ છે. આપને જણાવી દઈએ કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ વિધાન અનુસાર કરવામાં આવે છે. બીજી બાજુ, ગણપતિ પૂજનમાં ઘણા બધા લોકો 10 દિવસ માટે પોતાના ઘરમાં જ ગણપતતિ બપ્પાનું આયોજન કરતા હોય છે અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને ધામધૂમથી વિદાય આપીને વિસર્જન કરે છે. આ યાદીમાં સામાન્ય લોકોથી લઈને સેલેબ્સનો સમાવેશ પણ થાય છે. નાનો કે મોટો કોઇ આ સમયે બપ્પાની સામે માથુ નમાવવાનું ભૂલતો નથી.