પરિવર્તન/ માતાના બીજા લગ્ન બાદ દીકરીએ લખી આવી પોસ્ટ, લોકોએ કહ્યું, – 

એક છોકરીએ સોશિયલ મીડિયા પર તેની માતાની આવી કહાની લખી છે. જેને સાંભળીને લોકો તેના વખાણ કરવા લાગ્યા

Ajab Gajab News Trending
ઉનગઢ 1 2 માતાના બીજા લગ્ન બાદ દીકરીએ લખી આવી પોસ્ટ, લોકોએ કહ્યું, - 

ભારત સહિત દુનિયાભરમાં લગ્ન અને સંબંધોના આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, જે બંનેના અલગ થવાનું કારણ બને છે. ક્યારેક અલગ થયા પછી કેટલીક એવી ઘટનાઓ બને છે જે ચર્ચામાં આવે છે. હાલમાં જ એક છોકરીએ સોશિયલ મીડિયા પર તેની માતાની આવી કહાની લખી છે. જેને સાંભળીને લોકો તેના વખાણ કરવા લાગ્યા. યુવતીએ તેની માતાની તસવીર પણ પોસ્ટ કરી છે અને તેની માતાના લગ્ન પણ કરાવ્યા છે.

ખરેખર, આ આખી સ્ટોરી alphaw1fe નામના યુઝરે ટ્વિટર પર શેર કરી છે. ‘ધ ટ્રિબ્યુન’ના એક અહેવાલ અનુસાર, છોકરીએ જણાવ્યું કે તેની માતા 15 વર્ષ પછી ફરીથી લગ્ન કરી રહી છે. એક દીકરી તરીકે તેના માટે આ ખૂબ જ ખુશીનો સમય છે કારણ કે તેની માતાએ પ્રેમના નામે ઘણું સહન કર્યું છે. છોકરીએ તેની માતાની મહેંદી સેરેમનીની તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

છોકરીએ લખ્યું કે માતા લગ્ન કરી રહી છે અને તે માની શકતી નથી. તસવીર શેર કરતાં તેણે લખ્યું કે તેણી મોટા ગજબની સુંદર લાગી રહી હતી.  તેણે કહ્યું કે તેની માતાએ ખૂબ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. જ્યારે તેણી 17 વર્ષની હતી ત્યારે તેના પ્રથમ લગ્ન થયા હતા. જેની સાથે તેની માતાના લગ્ન થયા હતા, તેણે તેની શાળાની ફી પણ ભરી ન હતી. આટલું જ નહીં તેની પુત્રી બે વર્ષની થતાં જ તેણે બંનેને છોડી દીધા હતા.

બાળકી અને તેની માતાની આ સ્ટોરી જોઈને ટ્વિટર યુઝર્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. યુઝર્સ છોકરીની માતાને અભિનંદન આપી રહ્યાં છે અને છોકરીને અભિનંદન આપી રહ્યાં છે. યુવતીએ તેની માતાના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. યુવતીએ એમ પણ લખ્યું હતું કે તેની માતા સતેર સુધી એક  ખોટા લગ્નને નિભાવી રહી હતી.

https://twitter.com/alphaw1fe/status/1470983056827707397?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1470983056827707397%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fnational%2Fstory-daughter-happy-with-second-marriage-of-mother-people-reacts-htgp-5362550.html

Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!

National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો 

National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો 

Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય

Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ