મુંબઇ,
#MeTooના આરોપોથી ઘેરાયેલાં સેલિબ્રિટી મેનેજમેન્ટ એજન્સી ક્વાન (KWAN)ના સહ-સંસ્થાપક અનિર્બાન બ્લાહ પર યૌન શોષણનો આરોપ લાગ્યા પછી તેમણે શુક્રવારે સુસાઇડ કરવાની કોશિશ કરી હતી. આ પગલું ભર્યા પહેલા તેમણે સુસાઇડ નોટ પણ લખી હતી. અનિર્બાને મુંબઇના વાશીના પુલ પરથી કુદવાની કોશિશ કરી હતી પરંતું ત્યાં તેનાત પોલીસકર્મીઓએ ખરા સમયે તેને આવું કરવાથી રોકી લીધો હતો.
સુસાઇડ નોટે ખોલ્યો રાઝ
ચાર મહિલાઓએ અનિર્બાન બ્લાહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપ સામે આવ્યા પછી તેને ક્વાન કંપનીમાંથી હટાવવામાં આવ્યો. પોલીસને આપેલા નિવેદનમાં અનિર્બાનએ કહ્યું કે તેની પર લાગેલાં આરોપોના કારણે તે તાણમાં હતો અને તેથી તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. અનિર્બાને સુસાઇડ નોટ લખી છે જેમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે મોત બાદ તેના શબ કેવી રીતે ઓળખવું..
અનિર્બાને લખ્યું કે…
‘મારા આ પગલા પર કોઈ પણ સફાઈ આપ્યા વિના હું માત્ર એટલું કહેવા માંગું છું કે મેં એક સારા વ્યક્તિ બનવાનો પ્રયાસ કર્યો છે. મારા બાળપણમાં જે થયું તે સાથે યોગ્ય રીતે સામનો કરવાની શક્તિમાં હું નહોતો. હું ક્યારેય પાવરને સેક્સથી અલગ કરી શકતો નથી અને તેને પ્રેમનો ભાગ પણ બનાવી નથી શકતો. આ દરમિયાન મારો એક હિસ્સો રાક્ષસ બની ગયો.
‘કદાચ હું બાઈપોલર છું, કારણ કે મને ખબર છે કે મારા કુટુંબ અને મિત્રોને આપવા માટે મારી પાસે કેટલો પ્રેમ છે.મેં શ્રેષ્ઠ મિત્ર, શ્રેષ્ઠ સાથી અને શ્રેષ્ઠ માણસ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ મારી અંદરનો રાક્ષસ ફરીથી બહાર આવી રહ્યો હતો અને મેં તેને દબાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને મારી ના શક્યો.
હું કદાચ ખૂબ સારો વ્યક્તિ ન હતો અને આ માટે હું જ જવાબદાર છું. હું જાણું છું કે કોઈ પણ માનશે નહીં, પરંતુ મારામાં જેટલો રાક્ષસ છે એટલો જ દયા અને અચ્છાઇ પણ મારા વ્યક્તિત્વનો ભાગ છે. જેણે મને દુઃખ પહોંચાડ્યું છે તેના માટે હું દિલગીર છું. હું જે પગલાં લઈ રહ્યો છું તે બદલો લેવા માટે નથી પરંતુ ન્યાય માટે છે.
તમારે જાણવું જોઈએ કે તમે જે સાંભળી રહ્યાં છો તેને સચ્ચાઇ કરતાં ખરાબ રીતે રજૂ કરવામાં આવી રહી છે. જે પણ સાચું છે તે મને મારી નજરોમાં જ મને રાક્ષસ બનાવે છે. જો કે, આ રાક્ષસમાં પણ એક ઉમદા હિસ્સો છુપાયેલ છે.તમને દુઃખ પહોંચાડવા માટે માફ કરી શકતો નથી. જે પણ થયું તે કોઈપણ રીતે યોગ્ય નથી.
તમને મારી બોડી વાશી વિસ્તારમાં જ ક્યાંક મળશે મારી ઓળખ માટે મારા પાસે મારું લાઈસન્સ હશે સાથે મારું ટેટુ પર જોઈ શકો છો. મે બ્લુ જીન્સ અને ટી-શર્ટ પહેરી છે. મારી અંદરનો રાક્ષસ શરીરના બીજા હિસ્સામાં જીત મેળવી ચુક્યો છે અને હવે તને હંમેશા માટે ખત્મ કરવાનો સમય આવી ગયો.
આપને જણાવી દઈએ કે ક્વાન એન્ટરટેઇનમેન્ટે બુધવારે અનિર્બાન બ્લાહને દૂર કરવા વિશે એક નિવેદન બહાર પડ્યું હતું. બ્લાહ રણબીર કપૂર, દીપિકા પાદુકોણ જેવા સુપ્રસિદ્ધ સ્ટાર્સના મેનેજર રહી ચુક્યો છે. તે જ સમયે, ક્વાન એન્ટરટેઇનમેન્ટ કંપની હૃતિક રોશન, ટાઇગર શ્રૉફ, સોનમ કપૂર, શ્રધ્ધા કપૂર, જેક્વેલિન ફર્નાન્ડીઝ જેવા કલાકારોને આ બે સ્ટાર્સ ઉપરાંત તેની સેવાઓ આપે છે.