Not Set/ ફેક ન્યુઝને રોકવા ગૂગલે તૈયાર કર્યા ૮૦૦૦ નિન્જાઓને

આગામી ચાર મહિનામાં ભારતમાં ૮ હજાર નિન્જા તૈયાર કરવા જઈ રહ્યુ છે. ગૂગલના આ નિન્જા વીડિયોના માધ્યમથી ચાલતી ફેક ન્યુઝની ઓળખ કરવાનુ કામ કરાશે. જાપાનમાં અદ્રશ્ય યૌદ્ધાને નિન્જા તરીકે ઓળખવામાં આવે છે એટલે  ગૂગલે આનુ નામ પણ નિન્જા રાખ્યુ છે. નિન્જા તૈયાર કરવાનુ કામ ગૂગલ દ્વારા શરુ કરી દેવામાં આવ્યુ છે. હાલ ૨૦૦થી વધુ નિન્જા […]

Trending Tech & Auto
gettyimages 631066318 ફેક ન્યુઝને રોકવા ગૂગલે તૈયાર કર્યા ૮૦૦૦ નિન્જાઓને

આગામી ચાર મહિનામાં ભારતમાં ૮ હજાર નિન્જા તૈયાર કરવા જઈ રહ્યુ છે. ગૂગલના આ નિન્જા વીડિયોના માધ્યમથી ચાલતી ફેક ન્યુઝની ઓળખ કરવાનુ કામ કરાશે.

જાપાનમાં અદ્રશ્ય યૌદ્ધાને નિન્જા તરીકે ઓળખવામાં આવે છે એટલે  ગૂગલે આનુ નામ પણ નિન્જા રાખ્યુ છે. નિન્જા તૈયાર કરવાનુ કામ ગૂગલ દ્વારા શરુ કરી દેવામાં આવ્યુ છે. હાલ ૨૦૦થી વધુ નિન્જા તૈયાર થઈ ચુક્યા છે.

આ નિન્જા આગળ નવા નિન્જા તૈયાર કરવાનુ કામ કરશે. ગત મહિને ગૂગલ તરફથી નિન્જાની પહેલી બેચને તૈયાર કરવામાં આવી.

ગૂગલના સુત્રોના જણાવ્યા મુજબ, હાલ ભારતમાં ૨૪.૧ કરોડ લોકો ફેસબુક સાથે જાડાયેલા છે. જ્યારે અમેરીકામાં ૨૪ કરોડ લોકો ફેસબુક પર છે. ફેસબુકનો જન્મ અમેરિકામાં થયો હતો.

ગૂગલના જણાવ્યા મુજબ ભારતમાં ડેટાના ઉપયોગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આજથી બે વર્ષ પહેલા ભારતમાં ૨૦ કરોડ જીબી ડેટાનો વપરાશ થઈ રહ્યો હતો. હવે ૧૩૦ કરોડ જીબી ડેટાનો ઉપયોગ થઈ રહ્યો છે.

નિન્જા ફેકન્યુઝ અંગે લોકોને સત્યતા બતાવશે અને તેમને ફેકન્યુઝની ઓળખ કરતા શિખવાડશે. તેમણે જણાવ્યુ કે, જો  કોઈ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર ચલાવાઈ રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે તો તેની સાચી હકીકત  ઓળખવા માટે ગૂગલ રીવર્સ સર્ચનો ઉપયોગ કરે છે.

ગૂગલની ટ્રેનિંગમાં હિસ્સો લઈ ચુકેલા મુકેશ કૌશિકે જણાવ્યુ હતું કે નિન્જાનુ કામ ફેક ન્યુઝની ઓળખ કરીને તેની સચ્ચાઈ સામે લાવવાનુ રહેશે. તેમણે જણાવ્યુ કે, દેશમાં સતત અનેક ચુંટણી યોજાવાની છે અને આ સમયગાળા દરમિયાન ફેકન્યુઝ પણ ઘણા ચાલશે. આવામાં નિન્જાની ભૂમિકા મહત્વની હશે.