Not Set/ સારા અલી ખાન, ભૂમિ પેડનેકર, જ્હાનવી કપૂર સાથે પણ મિત્રતા કરાવા માંગતો હતો આ વ્યક્તિ

EDની તપાસમાં ખુલાસો થયો છે કે ચંદ્રશેખર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી ઉપરાંત બોલિવૂડની ત્રણ અભિનેત્રીઓ સાથે મિત્રતા કરવા માંગતો હતો.

Top Stories Entertainment
ભૂમિ પેડનેકર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે જોડાયેલા સૂત્રોએ 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખર વિશે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની તપાસમાં ખુલાસો થયો છે કે ચંદ્રશેખર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી ઉપરાંત બોલિવૂડની ત્રણ અભિનેત્રીઓ સાથે મિત્રતા કરવા માંગતો હતો. તેણે પિંકી ઈરાની દ્વારા ભૂમિ પેડનેકર, જ્હાનવી કપૂર અને સારા અલી ખાન સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો હતો.

અભિનેત્રીઓને તિહાર જેલમાં લઈ જતી હતી પિંકી ઈરાની

સૂત્રોનું કહેવું છે કે પિંકી અભિનેત્રીઓને BMW કારમાં તિહાર જેલના ગેટ નંબર ત્રણ સુધી લઈ જતી હતી અને અહીંથી ઈનોવા કાર તેમની સાથે જેલની અંદર જતી હતી. EDની તપાસમાં આ નવી બાબતો સામે આવી છે. EDની આ તપાસમાં તિહાર જેલના અધિકારીઓ પર પણ સવાલો ઉભા થયા છે કે દેશની સૌથી સુરક્ષિત જેલમાં બંધ એક ગુંડાને પણ નિયમોને બાયપાસ કરીને સુવિધાઓ મળી રહી હતી.

અભિનેત્રીઓ અને મોડલ્સ સાથે મિત્રતા પાછળ 20 કરોડ રૂપિયા ખર્ચ્યા

મોટા નેતાઓના સંબંધી હોવાનો દાવો કરનાર સુકેશ પર 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે તેણે અભિનેત્રીઓ અને મોડલ્સ સાથે મિત્રતા કરવા માટે 20 કરોડ રૂપિયા ખર્ચ્યા અને તેમને કિંમતી ભેટો આપી. સુકેશને તિહાર જેલમાં જે બેરેકમાં રાખવામાં આવ્યો હતો ત્યાં તેને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે સુકેશે જેકલીનને નકલી નામથી બોલાવી હતી. વેલેન્ટાઈન ડેના અવસર પર બંને વચ્ચે ઝપાઝપી થઈ અને જેકલીનને મનાવવા તેણે પિંકીને 10 કરોડ રૂપિયા આપ્યા.

પિંકી પુલનું કામ કરતી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, પિંકીના માધ્યમથી જ સુકેશ અન્ય અભિનેત્રીઓને પોતાની જાળમાં લેવા માંગતો હતો અને તેમની સાથે મિત્રતા કરવા માંગતો હતો. સુકેશ આ અભિનેત્રીઓના સંપર્કમાં હતો કે નહીં, તે અત્યારે સ્પષ્ટ નથી. પિંકીએ સુકેશ અને અભિનેત્રીઓ વચ્ચે પુલનું કામ કર્યું હતું.

આ પણ વાંચો :દાનાપુર એક્સપ્રેસમાં લાગી આગ, ચીસો પાડતા મુસાફરોએ ચાલુ ટ્રેનની બારીમાંથી કુદવા લાગ્યા

આ પણ વાંચો :યુક્રેનને પરમાણું યુદ્ધની ધમકી આપી રહ્યું છે રશિયા, પુતિન પોતે રાખી રહ્યા છે નજર

આ પણ વાંચો :CM યોગીએ વિપક્ષ પર રાજનૈતિક તીર ચલાવ્યા, પૂછ્યું, શું આતંકવાદીઓ સાઈકલથી બોમ્બ લઈ ગયા નથી?

આ પણ વાંચો :રશિયાને મળી રહી છે ચીનની તાકાત,આજ કારણે પશ્ચિમ દેશોની વાત નથી માની રહ્યું