એકતા નગર/ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પોઝ આપતા જોવા મળ્યો અક્ષય કુમાર, લોકોને પૂછ્યું- ‘તમે અહીં આવ્યા છો?’

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને ગુજરાતની ટ્રીપ એન્જોય કરી છે. રામ સેતુ અભિનેતા એકતા નગરમાં ડાઉનટાઇમ વિતાવીને આરામ કરી રહ્યો છે.

Entertainment
સ્ટેચ્યુ ઓફ યુનિટી

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને ગુજરાતની ટ્રીપ એન્જોય કરી છે. રામ સેતુ અભિનેતા એકતા નગરમાં ડાઉનટાઇમ વિતાવીને આરામ કરી રહ્યો છે. તેને તેના ટ્વીટર પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક ઝલક શેર કરી છે.જેમાં તેણે લખ્યું- હું એકતા નગરમાં છું, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ છે. અહીં પ્રકૃતિના ખોળામાં ઘણું બધું કરવાનું છે. તમે અહીં આવ્યા છો?

રવિવારે અક્ષયે પોતાના હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી. તેમાં સુપરસ્ટાર નદીના કિનારે બેસીને નજારો માણતો બતાવે છે. તે વાદળી શર્ટ અને સફેદ સ્નીકર્સ સાથે ડેનિમ પહેરેલો જોવા મળે છે.

રસપ્રદ વાત એ છે કે, અક્ષયના પ્રશ્નોના જવાબ આપવાને બદલે, ચાહકો હેરાફેરી 3 વિશે વાત કરવા માટે ટિપ્પણી વિભાગમાં ગયા. એક યુઝર્સે લખ્યું, “પ્રિય અક્ષય કુમાર, હેરાફેરી 3 પર વાત ન છેડો.” અન્ય એક વ્યક્તિએ ટિપ્પણી કરી, “રાજુ વિના હેરાફેરીની કલ્પના કરી શકાતી નથી. રાજુ નહીં, હેરાફેરી નહીં.”

અક્ષયે તાજેતરમાં પુષ્ટિ કરી છે કે તે હવે લોકપ્રિય ફ્રેન્ચાઇઝીનો ભાગ નથી. “હેરાફેરી મારો એક ભાગ છે. ઘણા લોકોની યાદો છે અને મારી પાસે પણ તેની સારી યાદો છે. પરંતુ મને એ વાતનું દુઃખ છે કે અમે આટલા વર્ષોથી ત્રીજો ભાગ નથી બનાવી શક્યા. આ ફિલ્મ મને ઑફર કરવામાં આવી હતી પરંતુ હું પટકથા અને સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નહોતો. હું તેનાથી ખુશ નહોતો.

જણાવી દઈએ કે આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ‘હેરાફેરી’ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. વર્ષ 2006માં આ જ કલાકારો સાથે બીજો ભાગ ‘ફિર હેરાફેરી’ રિલીઝ થયો હતો. હવે 15 વર્ષ બાદ આ ફિલ્મના પાર્ટ 3ની ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો:ઉદયપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર બ્લાસ્ટ, ઘટનાસ્થળેથી મળ્યો ગનપાઉડર: PM મોદીએ 13 દિવસ પહેલા કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં OPS બન્યો મોટો ચૂંટણી મુદ્દો, ભાજપે

આ પણ વાંચો:T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ,ઇંગ્લેન્ડ જીત્યો ટોસ, બોલિંગનો નિર્ણ