મુંબઈ
માધુરી દીક્ષિત હાલ રીયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં જજ તરીકે જોવા મળી રહી છે. તાજેતરમાં જ આ શોમાં ડાન્સિંગ દીવાની માધુરીએ ફિલ્મ ‘મુગલ-એ આજમ’માં મધુબાલાના આઇકોનિક ગીત ‘મોહે પનઘટ’ને રીક્રીએટ કર્યું હતું.
માધુરીએ જેવી સ્ટેજ પર મધુબાલાના લૂકમાં લાલ-પીળી ચોલીમાં એન્ટ્રી કરી, ત્યાં હાજર રહેલા પ્રેક્ષકો તેમને જોઈને ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા પર માધુરીની ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યું છે.
રિયાલિટી શો પછી માધુરી આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ની તૈયારી કરશે. આ ફિલ્મમાં માધુરીના અપોજિટ અજય દેવગણ, અનિલ કપૂર દેખાશે. ઇન્દ્રકુમારના ડાયરેક્શનમાં બની રહેલ આ ફિલ્માં રિતેશ દેશમુખ, અરશદ વારસી અને ઝાવેદ જાફરી પણ જોવા મળશે. આ ફિલ્મ 7 ડિસેમ્બર, 2018 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ સાથે, માધુરી ‘કલંક’ માં સંજય દત્ત સાથે જોઈ શકાય છે. ફિલ્મનું શૂટિંગ હાલ મુંબઈમાં થઈ રહ્યું છે. આ ફિલ્મ 19 એપ્રિલ, 2019 ના રોજ રિલીઝ કરવામાં આવશે.