Viral video/ પિતાની મોત બાદ માતાએ બાળકોને નિરાધાર કર્યા! 10 વર્ષના છોકરાની હચમચાવી દેતી કહાની…

બ્લોગર પૂછે છે કે, બેટા શું ખવડાવીશ? તો પેલા નિર્દોષ બાળકે જવાબ આપ્યો- ચિકન એગ રોલ. તેની ઉંમર પૂછતા કહ્યું કે, 10 વર્ષ છે. કોની પાસેથી આ રોલ બનાવતા શીખ્યો? તો બાળકે………

Trending Videos

Viral Video: સોશિયલ મીડિયા પર ચાયવાળો કે વડાપાવવાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલીક વખત તો ફેરિયાઓ પોતાની દુખભરી દાસ્તાન પર રજૂ કરી દેતાં હોય છે. ત્યારે દિલ્હીમાં એક એગરોલ વેચતા બાળકની કહાની વાયરલ થઈ રહી છે. જસપ્રીત નામનો છોકરો, જેની ઉંમર ફક્ત 10 વર્ષની છે. આ વીડિયો ફૂડ બ્લોગર સરબજીત સિંહે વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sarabjeet Singh (@mrsinghfoodhunter)

બ્લોગર પૂછે છે કે, બેટા શું ખવડાવીશ? તો પેલા નિર્દોષ બાળકે જવાબ આપ્યો- ચિકન એગ રોલ. તેની ઉંમર પૂછતા કહ્યું કે, 10 વર્ષ છે. કોની પાસેથી આ રોલ બનાવતા શીખ્યો? તો બાળકે કહ્યું કે, પપ્પા પાસેથી. તો ફરીથી સવાલ પૂછ્યો કે પપ્પા નથી જતાં દુકાન પર? તો બાળકે જવાબ આપ્યો કે પપ્પાનું ટીબીના કારણે મોત થયું છે. બાદમાં તેની માતા વિશે પૂછતાં બાળક કહે છે કે તે પંજાબ જતી રહી છે અને કહ્યું કે મારે તમારી લોકોની સાથે નહીં રહેવું. મારી 14 વર્ષની બહેન છે અને હું જ ઘર ચલાવું છું. સાથે ભણું પણ છું. અત્યારે હું કાકાની સાથે રહું છું.

આ સાંભળીને બ્લોગર ખુદ કહે છે કે બેટા, તારી હિંમતને સલામ. આ વીડિયોથી તને એટલો પ્રેમ મળશે કે તને ખૂબ જ મઝા આવશે, તેમજ વીડિયોમાં બીજા લોકોને પણ રોલ ખરીદવાની અપીલ કરી છે. સરબજીતના આ વીડિયોમાં લોકોએ અઢળક કમેન્ટ કરવા લાગ્યા છે. ઘણાંએ કહ્યું કે અમે તેમની દુકાન પર જઈશું. તેમજ સપોર્ટ પણ કરીશું. તો કેટલાકે બાળકના ઘરનું એડેસ પણ માંગ્યું.

આનંદ મહિન્દ્રાએ આ વીડિયો જોઈને શિક્ષણ સહાય કરવાની જાહેરાત કરી છે. તેમને ટ્વીટર આ વિશે પોસ્ટ પણ કરી છે. મહિન્દ્રા ફાઉન્ડેશન તેની મદદ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ!

આ પણ વાંચો:ઈન્ટર્નશિપ માટે તક મળતી નહોતી, પિઝા સાથે મોકલ્યો CV; વિચારો, આગળ શું થયું હશે…

આ પણ વાંચો:નવા પુલનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા ચીફ ગેસ્ટ, રિબિન કાપતાં જ… વીડિયો થયો વાયરલ