Viral Video/ PM નરેન્દ્ર મોદીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ!

પરંતુ થયું ઊલટું… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયો જોયા બાદ યુઝરની સર્જનાત્મકતાના વખાણ કર્યા છે અને કહ્યું કે, ‘તમારી જેમ મને પણ આ વીડિયો જોવાનો ખૂબ જ આનંદ…………

Trending Videos
Image 2024 05 07T090641.596 PM નરેન્દ્ર મોદીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ!

Viral Video: લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. આજે ત્રીજા તબક્કાનું દેશભરમાં મતદાન છે. ત્યારે ગઈકાલ રાત્રિથી સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ એનિમેટેડ વીડિયો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. જેમાં તેઓ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો ખુદ PM નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શેર કર્યો છે તેમજ સર્જકની ક્રિયેટિવિટીના વખાણ પણ કર્યા છે. X પર વીડિયોને શેર કરતી વખતે PM એ લખ્યું છે કે તમારા બધાની જેમ, મને પણ મારી જાતને ડાન્સ કરતા જોઈને આનંદ થયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર શેર કરેલો વીડિયો @Atheist_Krishna નામના યુઝરે પોસ્ટ કર્યો છે. જોકે, આ વીડિયો પોસ્ટ કરતી વખતે યુઝરે લખ્યું છે કે, હું આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું કારણ કે હું જાણું છું કે ‘તાનાશાહ’(ડિક્ટેટર) આ માટે મારી ધરપકડ નહીં કરે. આનાથી સ્પષ્ટ છે કે આ વીડિયો શેર કરનાર વ્યક્તિને ડર હોવો જોઈએ કે આ વીડિયો શેર કરવા બદલ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે છે.

પરંતુ થયું ઊલટું… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયો જોયા બાદ યુઝરની સર્જનાત્મકતાના વખાણ કર્યા છે અને કહ્યું કે, તમારી જેમ મને પણ આ વીડિયો જોવાનો ખૂબ જ આનંદ આવ્યો. ચૂંટણીની ગરમી ચરમસીમાએ છે તેવા સમયે આવી સર્જનાત્મકતા ખરેખર આનંદની વાત છે. પીએમની ટ્વિટથી સોશિયલ મીડિયામાં તેમના ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

 

આ પણ વાંચો:શું કોઈ બાબાના બોલને ફટકારી શકે? પં. ધીરેન્દ્ર શાસ્ત્રી ક્રિકેટ રમતા જોવા મળ્યા, વીડિયો વાયરલ

આ પણ વાંચો:ઈન્ટર્નશિપ માટે તક મળતી નહોતી, પિઝા સાથે મોકલ્યો CV; વિચારો, આગળ શું થયું હશે…

આ પણ વાંચો: