સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુરુષ અને મહિલા વચ્ચે જોરદાર લડાઈ થઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં હાજર લોકો વચ્ચે પડ્યા વિના માત્ર દર્શક બનીને ઉભા છે. આ ઘટના ઉન્નાવના આદર્શ નગર સ્થિત શિવાંશી રેસ્ટોરન્ટ પાસેની છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લડી રહેલા આ લોકો પતિ-પત્ની છે. ઉન્નાવ સદર કોતવાલી વિસ્તારમાં બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉન્નાવના સદર કોતવાલી વિસ્તારના મોહલ્લા આદર્શ નગરમાં એક મહિલાએ તેના પતિને તેની પ્રેમિકા સાથે રંગે હાથે પકડ્યો હતો. આ વાતને લઈને વિવાદ એટલો વધી ગયો કે પત્ની ગુસ્સામાં આવીને ગટરમાં કૂદી પડી. પતિએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિ વધુ વણસી અને બંને રસ્તા પર એકબીજા સાથે કુસ્તી કરવા લાગ્યા.
રાહદારીઓએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ વિવાદને રોકવાને બદલે તેઓ મૂક પ્રેક્ષક બનીને રહ્યા હતા.
આ પણ વાંચો:ટ્રેનમાં આ સર્વિસ પણ શરૂ થઈ ગઈ, વીડિયોમાં જુઓ શું જોવા મળ્યું…….
આ પણ વાંચો:ચોર થયો નારાજ! ચોરી કરવા ગયો હતો… કંઈ ન મળતાં 20 રૂ. મૂકી આવ્યો, વીડિયો વાયરલ
આ પણ વાંચો:યુટ્યુબરે રસ્તાઓ પર ફેંકી નોટો, વીડિયો જોઈ લોકો થયા ગુસ્સે
