funny viral video/ નવા પુલનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા ચીફ ગેસ્ટ, રિબિન કાપતાં જ… વીડિયો થયો વાયરલ

વાયરલ થઈ રહેલો આ વીડિયો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો હોવાનું કહેવાય છે. જ્યાં તેના ઉદ્ઘાટન દરમિયાન એક પુલ તૂટી પડ્યો હતો. ખાનગી મીડિયાના રિપોર્ટમાં કહેવામાં…………

Trending Videos
Image 2024 05 06T145910.065 નવા પુલનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા ચીફ ગેસ્ટ, રિબિન કાપતાં જ... વીડિયો થયો વાયરલ

Viral Video: છેલ્લા કેટલાય સમયથી એવા કેટલાય ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે જેને જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી. તાજેતરમાં આવો જ એક વીડિયો ફરી વાયરલ થયો છે. આ જોઈને લોકો હસવા લાગ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે નવા બ્રિજના ઉદ્ઘાટન માટે મુખ્ય મહેમાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ રિબિન કાપતાની સાથે જ પુલ તૂટી પડ્યો! જોકે, આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો હોવાનું કહેવાય છે. જ્યાં તેના ઉદ્ઘાટન દરમિયાન એક પુલ તૂટી પડ્યો હતો. ખાનગી મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પુલ કોંગોની રાજધાની કિંશાસાના મોન્ટ-નાફૂલામાં બનાવવામાં આવ્યો છે. આ પુલ પગપાળા જતા લોકો માટે બનાવવામાં આવ્યો હતો. અહીં નવા બ્રિજની ઉજવણી માટે લોકો એકઠા થયા હતા પરંતુ મુખ્ય મહેમાન દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે રિબિન કાપતાં જ ​​આખો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. મુખ્ય મહેમાનોની વચ્ચે એક મહિલા રિબિન કાપવા આવી હતી. પુલ ધરાશાયી થતાં મહિલા કોઈક રીતે નીચે પડતાં બચી ગઈ હતી. જોકે, બ્રિજ પર હાજર અનેક લોકો નીચે પડી ગયા હતા.

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @ghantaa નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- આ શરૂ થયા પહેલા જ સમાપ્ત થઈ ગયું છે. બીજાએ લખ્યું કે, આંખના પલકારામાં આ શું થયું. ત્રીજી વ્યક્તિએ હસતાં હસતાં લખ્યું કે,  પુલને ફક્ત તે જ રિબિનનો ટેકો હતો, તે કાપતાંની સાથે જ તૂટી પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું ખરેખર વડાપાવ ગર્લની થઈ ધરપકડ ? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો, દિલ્હી પોલીસે જણાવી વાસ્તવિકતા

આ પણ વાંચો:આચાર્ય અને શિક્ષકનો લડાઈ કરતો વીડિયો વાયરલ