અવસાન/ લોકપ્રિય ટીવી અભિનેત્રીનું રોડ અકસ્માતમાં મોત, ઘરે જતી વખતે ડમ્પરે મારી ટક્કર

અહેવાલો અનુસાર, અભિનેત્રીએ ગયા અઠવાડિયે જ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને તેના ચાહકો અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેના સાથીદારોમાં શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

Entertainment
નિધન

લોકપ્રિય ટીવી અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવના દુઃખદ અવસાનના સમાચાર સામે આવી રહ્યા છે.’તુઝાયાત જીવ રંગલા’ અને ‘દખ્ખનચા રાજા જ્યોતિબા’ જેવી મરાઠી ટીવી સિરિયલોમાં જોવા મળેલી કલ્યાણીનું 12 નવેમ્બર શનિવારે એક માર્ગ અકસ્માત નિધન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે તે પોતાની રેસ્ટોરન્ટ બંધ કરીને ઘરે જઈ રહી હતી ત્યારે કોલ્હાપુરમાં તેને ડમ્પરે ટક્કર મારી હતી, જેના પછી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અહેવાલો અનુસાર, કલ્યાણીનો અકસ્માત જ્યાં થયો હતો તેની નજીક, તેની રેસ્ટોરન્ટ પ્રેમાચી ભાકરી હાલોંડી સાંગલી ફાટા પર આવેલી છે, જે તેણે થોડા દિવસો પહેલા શરૂ કરી હતી. એવું કહેવાય છે કે કલ્યાણી પોતે દરરોજ પોતાના ગેસ્ટ્સને મેનેજ કરવા માટે ત્યાં જતી હતી. શૂટિંગની સાથે તે પોતાનો બિઝનેસ પણ સંભાળતી હતી. તેના મૃત્યુના 22 કલાક પહેલા કલ્યાણીએ તેની છેલ્લી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે સલાડ ખાતા જોવા મળી હતી.

12 નવેમ્બરે કલ્યાણીએ સોશિયલ મીડિયા પર એક રીલ પણ શેર કરી હતી, જેમાં તે મજાકમાં બેસ્ટ ફ્રેન્ડ વિશે કહી રહી છે. વીડિયોમાં કલ્યાણી કહી રહી છે કે, “એસે હિ કોઈ બેસ્ટ ફ્રેન્ડ નહીં બનતા, કમીનાપન બરાબરી કા હોના ચાહીએ .” આ પછી, તે ‘હર એક ફ્રેન્ડ કમીને હોતા હૈ’ પર લિપ્સિંક કરતી જોવા મળે છે. તેણે કેપ્શનમાં આ જ ગીતની લાઇન પણ લખી છે.

કલ્યાણીની પોસ્ટ જોઈને લોકો થયા ભાવુક  

કલ્યાણીની પોસ્ટ જોયા બાદ તેના ચાહકો ભાવુક થઈ રહ્યા છે અને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે, એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું, “આત્મીય શ્રદ્ધાંજલિ.” એક યુઝરે કમેન્ટ કરી, “તમને ખૂબ જ યાદ કરીશ.” એક સીરિયલમાંથી તેણીના રોલને યાદ કરતા એક યુઝરે લખ્યું, “તે ખૂબ જ નાનો રોલ હોવા છતાં, અમારી કલ્યાણી મેમ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ.” એક યુઝરે લખ્યું, “આ ગઈ કાલની પોસ્ટ છે. લોકો આટલી ઝડપથી કેવી રીતે નીકળી જાય છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.”

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કલ્યાણી જાધવ છેલ્લે ટીવી શો ‘દખ્ખનચા રાજા જ્યોતિબા’માં જોવા મળી હતી. તેણે અન્ય ઘણા મરાઠી શોમાં પણ શાનદાર ભૂમિકાઓ ભજવી હતી. કલ્યાણી મૂળ કોલ્હાપુરની હતી અને તેણે અહીંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

આ પણ વાંચો: તે 31 બેઠકો.. જ્યાં નેતાઓએ પોતે ઉમેદવારોનો કર્યો વિરોધ, હાર્દિક પટેલથી પણ નારાજ

આ પણ વાંચો:ટિકિટ ના મળતાં સંભવિત ઉમેદવારે ટાવર પર ચડી જઇને દર્શાવ્યો વિરોધ

આ પણ વાંચો:રાષ્ટ્રપતિના દેખાવ પર ટિપ્પણી કરનાર TMC નેતા વિરુદ્ધ FIR, વિરોધીઓએ મમતાના