Cricket/ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં રમશે ઋષભ પંત? ચાહકોને આપ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે એટલે કે 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ મેચ નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં ઓપનર રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળશે…

Top Stories Sports
India-Australia Pant Update

India-Australia Pant Update: ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે એટલે કે 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ મેચ નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં ઓપનર રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળશે. આ સાથે જ વિકેટકીપરની જવાબદારી ઈશાન કિશનના ખભા પર રહેશે. કેએસ ભરતનો બેકઅપ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ 6 વર્ષ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ સિરીઝ રમશે. ઓસ્ટ્રેલિયા 2004થી ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. વર્ષ 2017માં ભારતમાં રમાયેલી છેલ્લી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. ઋષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ એક જીવલેણ કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તે દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. લાંબા સમય સુધી મેદાનથી દૂર રહ્યા બાદ અને હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ, પંત ‘બહાર બેસીને તાજી હવામાં શ્વાસ લેવા’ સક્ષમ છે. પંત, જેણે અકસ્માત બાદ અનેક સર્જરીઓ કરાવી છે, તેણે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી, ચાહકોને એક મોટું અપડેટ આપ્યું. તેણે પોસ્ટ તસવીર સાથે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, હું ક્યારેય જાણતો ન હતો કે હું બહારની તાજી હવામાં બેસીને શ્વાસ લઈ શકીશ. નાઉ આઈ ફીલ બેટર.

જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં પંતના રમવાની હાલ કોઈ શક્યતા નથી. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. તાજેતરમાં તેની અનેક સર્જરીઓ થઈ છે. તેમને પહેલા દેહરાદૂનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ભાજપનો વળતો પ્રહાર/ ભાજપનો વળતો પ્રહારઃ રાહુલ-સોનિયા બંને જામીન પર બહાર છે તે કયા મોઢે પીએમની વાત કરે છે