Junagadh/ સિંહ બન્યો માનવભક્ષી, 14 વર્ષીય દીકરીને ફાડી ખાધી

જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકાના ધણફુલિયા ગામમાં ગોધરા થી મજુરી અર્થે આવેલા પરિવારની 14 વર્ષિય દિકરી ને મોડી રાત્રે સિહએ ફાડી ખાધી.

Top Stories Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 22 સિંહ બન્યો માનવભક્ષી, 14 વર્ષીય દીકરીને ફાડી ખાધી

@વૈશાલી કગરાણા, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકાના ધણફુલિયા ગામમાં ગોધરા થી મજુરી અર્થે આવેલા પરિવારની 14 વર્ષિય દિકરી ને મોડી રાત્રે સિહએ ફાડી ખાધી. મળતી માહિતી મુજબ ગોધરાના ભાંડુરી  ગામ થી ખેતમજૂરી કરવા માટે પરપ્રાંતીય પરિવાર ખેડુત જેરામભાઈ નાનજીભાઇ ચાવડાના ખેતરે મજૂરી કરવા આવ્યા હતા. જેથી ખેત મજૂરી કરી રાત્રે બને દીકરીઓ ખેતરમાં જતી હતી ત્યારે 2 સિહ આવ્યા. અને તેને જોઈ બને દીકરીમાંથી એક દીકરી ભાગી અને ટાંકીમાં પડી ગઈ જ્યારે બીજી 14 વર્ષીય દીકરી ભાવનાબેન દિપસિંગ બાબરીયાને સિંહેએ ફાડી ખાધી હતી.

News & Views :: ગીરના સિંહથી બચવા વન વિભાગ જાગૃતતા અભિયાન શરુ કરશે

દીકરીના માતા પિતાને જાણ થતાં તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થયા અને સિહ આં દીકરીને ઉઠાવી ને જંગલ તરફ લઈ નાસી ગયો હતો. ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહના મોઢામાંથી આ દીકરી ને મુકાવી તો લીધી.  પરંતુ ત્યાં સુધી આ દીકરીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું 108 ને જાણ કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ માટે લઈ જવામાં આવ્યા આગળ ની કાર્યવાહી વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Amreli / રાજ્યભરના ખેડૂતોમાં વધતો ગાય આધારિત ખેતીનો ટ્રેન્ડ…

Covid-19 / રાજ્યમાં મંદ પડતી કોરોનાની ગતિ, નોધાયા 988 નવા કેસ…

Cricket / સર ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ કેપ આટલા કરોડમાં વેચાઇ, ભાવ ત…

Surat / વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોલેજમાં …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…