Covid-19/ રાજ્યમાં મંદ પડતી કોરોનાની ગતિ, નોધાયા 988 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 988 કોરોના નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,37,247 ઉપર પહોચ્યો છે.

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ શરુ થયેલી કોરોના લહેરની ગતિ ધીમી પડી રહી છે. આજ રોજ રાજ્યમાં ત્રણ આંકડામાં નવા કેસ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 988 કોરોના નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,37,247 ઉપર પહોચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 4248 ઉપર પહોચી છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1209 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ  ર્દીઓની સંખ્યા 2,21,602 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11,397 છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલ કેસની વિગતો *

અમદાવાદ  -209

સુરત -160

વડોદરા -137

ગાંધીનગર -33

ભાવનગર -15

બનાસકાંઠા -13

આણંદ -9

રાજકોટ -133

અરવલ્લી -5

મહેસાણા -35

પંચમહાલ -24

બોટાદ -3

મહીસાગર -13

ખેડા -32

પાટણ -9

જામનગર -27

ભરૂચ -10

સાબરકાંઠા -10

ગીર સોમનાથ -7

દાહોદ -23

છોટા ઉદેપુર -2

કચ્છ -13

નર્મદા -9

દેવભૂમિ દ્વારકા -3

વલસાડ -4

નવસારી -3

જૂનાગઢ  -15

પોરબંદર -1

સુરેન્દ્રનગર -10

મોરબી -9

તાપી -2

અમરેલી -10

Cricket / સર ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ કેપ આટલા કરોડમાં વેચાઇ, ભાવ ત…

Surat / વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોલેજમાં …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…