Not Set/ હિમાચલ પ્રદેશ સાથે પીએમ મોદીનો કેટલો જુનો નાતો છે, જુઓ આ તસ્વીરોમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે હિમાચલ પ્રદેશ સાથેનો તેમનો કેટલો જુનો નાતો છે તેની તસવીરો સામે આવી છે. 1997 માં પીએમ મોદી જયારે ભાજપ સંગઠનના સ્ટેટ ઇનચાર્જ હતા તે સમયની આ તસવીરો એક ટ્રાવેલ પોર્ટલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. તસવીરોમાં જોવા મળે છે કે, નરેન્દ્ર મોદી પેરાગ્લાડિંગ […]

Top Stories
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે હિમાચલ પ્રદેશ સાથેનો તેમનો કેટલો જુનો નાતો છે તેની તસવીરો સામે આવી છે. 1997 માં પીએમ મોદી જયારે ભાજપ સંગઠનના સ્ટેટ ઇનચાર્જ હતા તે સમયની આ તસવીરો એક ટ્રાવેલ પોર્ટલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. તસવીરોમાં જોવા મળે છે કે, નરેન્દ્ર મોદી પેરાગ્લાડિંગ કરી રહ્યા છે. આ તસવીરો હિમાચલ પ્રદેશના સોલંગની છે. સોલંગ એ મનાલી પાસે આવેલું પર્યટન સ્થળ છે.
નરેન્દ્ર મોદી જ્યારે 1997 માં સોલંગમાં રજા ગાળવા આવેલા અટલબિહારી બાજપાઈ ને મળવા ગયા હતા ત્યારે તેમણે સોલંગમાં આવેલી પેરાગ્લાડિંગ સંસ્થાની મુલાકાત લીધી હતી અને આકાશમાં ઉડવાનો આનંદ માણ્યો હતો. રોશન ઠાકુર નામની વ્યક્તિએ નરેન્દ્ર મોદીને પેરાગ્લાડિંગ કરાવ્યું હતું.