ચુંટણી આવતા જ એકબીજા પર ટ્વીટ થવા લાગે છે.અને અવનવા ઉપનામ સાથે દોષારોપણ કરવામાં આવે છે…સૌથી પહેલા ઉત્તર પ્રદેશની ચુંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના નિવેદનમાં ગર્દભને ચુંટણીના મેદાનમાં ઉતાર્યો હતો.ત્યારબાદ ગુજરાતની ચુંટણીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ ટ્વીટ દ્વારા શ્વાનનો મુદ્દો શોશિયલ મીડિયામાં છવાયેલો હતો.અને હવે હિમાચલ પ્રદેશમાં ચુંટણીમાં શ્વાન અને ગર્દભ નહી પરંતુ વાનરનો મુદ્દો મુખ્ય બન્યો છે.હિમાચલ પ્રદેશમા ૯ નવેમ્બરના રોજ મતદાન થવાનું છે.હિમાચલમાં વાનરનો મુદ્દો કોઈ નેતાએ નથી બનાવ્યો.પરંતુ રાજ્યના લોકોએ જ બનાવ્યો છેકારણ કે સ્થાનિકો શ્વાનના આતંકથી એટલા પરેશાન છે કે તેઓ ઉમેદવારો પાસેથી વાનરોની સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે વચન સૌથી પહેલા માંગે છે.હિમાચલમાં મોઘવારી,ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાને લોકો ગંભીરતાથી લઇ રહ્યા છે પરંતુ એ પહેલા વાનરોના આતંકનો મુદ્દો મુખ્ય મુદ્દો લોકો માની રહ્યા છે.ખેડૂતો વાનરોના ત્રાસથી ખુબ જ પરેશાન છે.ઉભા પાકને ખુબ જ નુકસાન પહોંચાડે છે.રાજ્યભરમાં વાનરોની સંખ્યા ૪ લાખથી વધુ થઇ ગઈ છે.મહત્વપૂર્ણ બાબત છે કે વાંદરાઓ ફક્ત ઉભા પાકને જ નુકશાન નથી પહોચાડતા પરંતુ એ પ્રવાસીઓ માટે પણ ખતરારૂપ છે
Not Set/
જુઓ હિમાચલ પ્રદેશમાં જનતા ઉમદવારો પાસેથી શાનુ વચન માંગે છે
ચુંટણી આવતા જ એકબીજા પર ટ્વીટ થવા લાગે છે.અને અવનવા ઉપનામ સાથે દોષારોપણ કરવામાં આવે છે…સૌથી પહેલા ઉત્તર પ્રદેશની ચુંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના નિવેદનમાં ગર્દભને ચુંટણીના મેદાનમાં ઉતાર્યો હતો.ત્યારબાદ ગુજરાતની ચુંટણીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ ટ્વીટ દ્વારા શ્વાનનો મુદ્દો શોશિયલ મીડિયામાં છવાયેલો હતો.અને હવે હિમાચલ પ્રદેશમાં ચુંટણીમાં શ્વાન અને ગર્દભ નહી પરંતુ […]
