Not Set/ રોબર્ટ વાડ્રાએ ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરી

 દિલ્હી, ગાંધી પરિવારના જમાઈ અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ધરપકડથી બચવા દિલ્હીની કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ અરજી પર ચુકાદો આવી શકે છે.લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહેલા છે.ત્યારે આ મહત્વનો મુદ્દો બની રહેશે. રોબર્ટ વાડ્રાએ  લંડનના 12 બ્રેયસ્ટન સ્કેવર પર સ્થિત એક સંપત્તિના  મામલા પર અરજી […]

Top Stories Trending

 દિલ્હી,

ગાંધી પરિવારના જમાઈ અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ધરપકડથી બચવા દિલ્હીની કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ અરજી પર ચુકાદો આવી શકે છે.લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહેલા છે.ત્યારે આ મહત્વનો મુદ્દો બની રહેશે.

રોબર્ટ વાડ્રાએ  લંડનના 12 બ્રેયસ્ટન સ્કેવર પર સ્થિત એક સંપત્તિના  મામલા પર અરજી કરી છે.તેમના પર આરોપ છે કે આ સંપત્તિ 19લાખ પાઉન્ડમા ખરીદવામા આવી હતી અને તેની માલિકી રોબર્ટ વાડ્રા પાસે છે.આ મામલામાં તેમના નજદીકના સહયોગી મનોજ અરોડા પર 6 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર કોર્ટે રોક લગાવી છે.

મની લોન્ડરીંગના આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઇડી) કરી રહી છે.

આ પહેલા 19 જાન્યુઆરીએ ઈડીએ કોર્ટમાં જણાવ્યું હતુ કે મનોજ અરોડા તપાસમા સહયોગ કરી રહ્યા છે.અરોડાએ કોર્ટમા આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર રાજકીય દ્વેષથી ફસાવી રહી છે. ઈડીએ આરોપને ફગાવતા કહ્યુ હતુ કે શું કોઈ અધિકારી કોઈ મોટા રાજકીય વ્યક્તિની તપાસ કરી કરી શકે નહિ કારણકે તેને રાજકીય બદલો કહેવાશે ?

હથિયારના દલાલ અને રોબર્ટ વાડ્રાના નજદીકના સહયોગી સંજય ભંડારી વિરુદ્ધ ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા ચાલી રહી તપાસમાં મનોજ અરોડાની ભૂમિકા સામે આવી હતી.જેના આધાર પાર ફરિયાદ દાખલ કરવામા આવી હતી.

આરોપ છે કે લંડન સ્થિત આ સંપત્તિને 19 લાખ પાઉંડમા સંજય ભંડારીએ ખરીદી હતી અને 2010માં આટલી જ રકમમાં વેચી દીધી હતી.

 ઈડીએ કોર્ટમાં જણાવ્યું હતુ કે સંપત્તિના વાસ્તવિક મલિક ભંડારી નહિ પરંતુ રોબર્ટ વાડ્રા હતા જે પ્રોપર્ટીના નવીનીકરણ પર ખર્ચ કરી રહ્યા હતા.

ઈડીએ આરોપ લગાવ્યો હતો કે મનોજ અરોડા ,રોબર્ટ વાડ્રાની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી એલએલપીના કર્મચારી છે.તપાસ સંસ્થાનો આરોપ છે કે અરોડાને વાડ્રાની વિદેશી અઘોષિત સંપત્તિ વિષે જાણ હતી અને તેઓ આના માટેના જરૂરી રૂપિયાની સગવડ પણ તેમણે જ કરી આપી હતી.

જોવાની રહ્યું કે 2014માં ભાજપ દ્વારા વાડ્રા પર ઘણા આક્ષેપો લગાવામાં આવ્યા હતા,જયારે લોકસભા ચૂંટણીમા જૂજ મહિના બાકી છે ત્યારે મામલો ઠંડીમા રાજકીય ગરમાવો લાવશે.