અમદાવાદ,
હાલ ચાલી રહેલી કડકડતી ઠંડીમાં ગરમ કપડાં સિવાય જો બીજું કોઈ દેશી પીણું ગરમાહટ લાવી શકે તેવું હોય તો એ છે આદુ.
આદુના સેવનથી શરદી-તાવ જેવી બીમારીઓથી બચી શકાય છે. આદુ કેટલીય બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે. આદુની જેમ આદુનું પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે. જાણો, આદુથી થતા ફાયદાઓ વિશે…
ગળામાં ખરાશ થતાં આદુના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે.
કમર અને પીઠમાં દુ:ખાવા થતાં આદુ સાથે સુંઠનો પાઉડરને તેલમાં શેકી પીઠ અમે કમર પર માલિશ કરતા લાભ મળે છે.
ઉબકા થતાં આદુ છીણીને તેના પર લીંબૂ નિચોવી અને તેના પર મીઠું છાંટી ચાવવાથી આરામ મળે છે.
અપચો થતાં એક ચમચી મધમાં આદુનો રસ મિક્સ કરી પીવાથી રાહત થાય છે.
ક્યારે શરીરના કોઈ ભાગ પર ઘા લગવાથી( લોહી ના નિકળે તો ) આદુ વાટીને ગરમ કરીને ઘાના સ્થાને કપડાની મદદથી બાંધી દો.દુ:ખાવામાં આરામ મળશે.
જો તમે ડાયાબિટીસની સમસ્યાઓથી પરેશાન છો તો એવામાં તમે આદુના પાણીનું સેવન કરો. કારણ કે આદુના પાણીથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
પાચન શક્તિને મજબૂત બનાવવા ઇચ્છો છો તો એવામાં આદુના પાણીનું સેવન કરો. આદુનું પાણી ખોરાક પચાવવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.
આદુના પાણીનું સેવન કરવાથી સ્કિન ઇન્ફેક્શન અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે અને તેનાથી લોહીનું પણ શુદ્ધીકરણ થાય છે જેથી ચહેરાનો ગ્લો જળવાઇ રહે છે.
આદુમાં રહેલા ગુણથી કોલોન, પ્રોટેસ્ટ, બ્રેસ્ટ, લંગ્સ અને સ્કિન કેન્સરનું જોખમ ટળી જાય છે. આ ઉપરાંત આદુના પાણીથી બ્લડ સર્કુલેશન પણ સારી રીતે થાય છે.
