Amreli News : અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશન સામે એક દુર્ઘટનાજનક અકસ્માત (Accident)બન્યો હતો. ચાલીને જઈ રહેલી બે મહિલાઓને કાર ચાલકે કચડી નાખતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજી મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ અકસ્માત (Accidentની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
બ્રેકના બદલે એક્સિલરેટર દબાતા અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ, બે મહિલાઓ રસ્તા પર પગપાળા જઈ રહી હતી ત્યારે કાર ચાલકે બેદરકારીપૂર્વક બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દીધું હતું. જેના કારણે કાર સીધી મહિલાઓ તરફ દોડી ગઈ અને બંનેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને મહિલાઓ (Two Women)હવામાં ફંગોળાઈ ગઈ હતી.

એક મહિલા પર કારનું વ્હીલ ફરી વળ્યું
અકસમાત દરમિયાન એક મહિલા પર કારનું વ્હીલ ફરી વળતાં સેકન્ડોમાં જ તેનું મોત થઈ ગયું હતું. અકસ્માત (Accident)બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને બંને મહિલાઓ(Two Women)ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
એક મહિલાનું મોત, બીજીનો બચાવ
હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે દયાબેન સુરેશભાઈ વરુને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજી મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. હાલ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
