Not Set/ રાજકોટના એમરાલ્ડ ક્લબના સ્વિમિંગ પુલમાં ડુબી જતાં તરુણનું મોત

સ્ટલીંગ હોસ્પિટલ પાછળ રહેતા મોર્ય નિકેશ વિઠ્ઠલાણી (ઉ.વ.13)નું સ્ટલીંગ હોસ્પિટલ પાછળ આવેલ એમરાલ્ડ 96 કલબમાં ન્હાવા પડેલ હતો…

Gujarat Others
મોત

રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં એક કિશોરનું મોત થયાની ઘટના સામે આવી છે. એમરાલ્ડ ક્લબના સ્વિમિંગ પૂલમાં 13 વર્ષીય કિશોર ટ્યૂબના માધ્યમથી સ્વિમિંગ કરી રહ્યો હતો. દરમિયાન તે ટ્યૂબમાંથી નીકળી જતાં તે સ્વિમિંગ પૂલમાં ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર હાજર લોકોએ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર અર્થે લઈ જતાં પહેલાં જ કિશોરનું મોત થયું હતું.

આ પણ વાંચો :રક્ષાબંધન પહેલા સંવેદનશીલ સરકારના અસંવેદનશીલ નિર્ણયનો ભોગ બન્યો બહેનનો એકનો એક ભાઈ

મળતી માહિતી અનુસાર, સ્ટલીંગ હોસ્પિટલ પાછળ રહેતા મોર્ય નિકેશ વિઠ્ઠલાણી (ઉ.વ.13)નું સ્ટલીંગ હોસ્પિટલ પાછળ આવેલ એમરાલ્ડ 96 કલબમાં ન્હાવા પડેલ હતો. જે દરમિયાન તેમનું પાણીમાં ગરકાવ થતા તેને સારવારમાં ખસેડાતા.તરૂણનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગેની જાણ થતા લોધીકા પોલીસ દોડી ગઇ હતી.વધુમાં લોધીકા પોલીસે જણાવ્યા મુજબ સ્ટલીંગ હોસ્પિટલ પાછળ રહેતા નિકેશભાઇ વિઠ્ઠલાણી અને તેના મિત્ર ચંદ્રેશભાઇ તન્ના પરીવાર સાથે સ્ટલીંગ હોસ્પિટલ પાછળ આવેલા એમરાલ્ડ કલબમાં ફરવા માટે આવેલા હતા.

આ પણ વાંચો :જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ હાર્યો વિવાન, 16 કરોડનું ફંડ ભેગું થાય તે પહેલાં લીધા અંતિમ શ્વાસ

જેમાં બંનેના પરીવારના સભ્યો કલબમાં આવેલ સ્વીમીંગ પુલમાં ન્હાવા માટે ગયેલ હતા. જેમાં નિકેશભાઇ વિઠ્ઠલાણીનો પુત્ર મોર્ય વિઠ્ઠલાણી ટયુબ સાથે રાખીને સ્વીમીંગ પુલમાંલ ન્હાવા પડેલ હતો. જે દરમિયાન મોર્ય નીચેથી ટયુબ સરકીને નીકળી જતા તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેની જાણ ત્યાં રહેલ તેના પીતા અને પરીવારજનોને જાણ થતા તેમને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયેલ હતો. જયાં ફરજ પરનાત બીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો :યુવાનો અને મહિલાઓમાં મોબાઈલ ફોબિયા દૂર કરવાનો પ્રયાસ, જૈનાબાદ શાળાના બાળકો મોબાઈલ

આ પણ વાંચો :ઝુવાડા રણમાં 5345.17 લાખના ખર્ચે પાઇપલાઇનની યોજનાની દરખાસ્ત