Anjar News: અંજારના મેઘપર બોરીચીની મંગલમ્ રેસિડેન્સીમાંથી સોમવારે ભેદી સંજોગોમાં અપહરણ થયેલાં 19 વર્ષિય યુવક યશ તોમરનો કોઈ અતોપત્તો મળ્યો નથી. તે દરમિયાન, યશે છેલ્લે જે બાવળની ઝાડીમાંથી ચા૨ સેકન્ડનો વીડિયો શૅર કરીને ‘ફસ ગયા’ લખેલું તે જગ્યાથી તેનું બૂટ મળી આવ્યું છે. અંજારના મેઘપરની મંગલમ્ રેસિડેન્સીમાં રહેનાર યશ સંજીવકુમાર તોમર નામના યુવાનનું અપહરણ અને સવા કરોડની ખંડણી પ્રકરણમાં પોલીસે સર્વગ્રાહી રીતે તપાસ હાથ ધરી છે.
ગુમ થયાના ત્રીજા દિવસે જ્યાંથી (મૈ ફસ ગયા બોલી) વીડિયો યશ યોમારના આઇ ડી પરથી વાયરલ થયો અને એજ જગ્યાએ દાટી દેવાયેલી લાશ મળી આવી જેના પરના વસ્ત્રો અને ઘડિયાળ અને નજીકમાંથી મળી આવેલ બુટ યશના છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું.છેલ્લા ચાર દિવસથી અંજારના મેઘપર બોરીચી સોસાયટી વિસ્તારમાં રહેતા લાકડાના વેપારીના યુવાન પુત્રની ગુમ થઈ જવાની અને અપહરણ થયાની ઘટના બાદ પોલીસ દ્વારા વ્યાપક તપાસના અંતે ક્યાંય અતો પતો મળ્યો નહોતો આ દરમિયાન ગઈકાલે સાંજે આદિપુર નજીક પંચ મુખી હનુમાન મંદિર પાછળની જાડીઓમાં એક સ્થળેથી અપહરણ થયેલા યસ સંજીવ કુમાર તોમરના બુટ મળી આવ્યા બાદ નજીકમાં જમીનમાં કાંઈક દટાયેલું હોવાના અણસાર મળતા પોલીસ દ્વારા આખા વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરાઈ હતી મોડીરાત્રી સુધી આ કાર્યવાહી બાદ આજે અંજાર તાલુકા મામલતદાર નાયબ કલેકટર અને પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી આગળ ધપાવાતા ઘટના સ્થળેથી એક લાશ મળી આવી હતી.
આ લાશની ઓળખ સ્પષ્ટ નથી થઈ પરંતુ મૃતક વ્યક્તિ યશ હોવાની શક્યતાના પગલે સનસનાટી મચિ ગઈ હતી સતત ચાર દિવસ પોલીસની વ્યાપક શોધખોળ છતાં અપહરણ થનાર યુવકનો પતો ન મળતા અને આખરે બે દિવસ અગાઉ “મેં ફસ ગયા હું” બોલીને વિડિયો વાયરલ કરનાર સંભવત યસની એ જ સ્થળેથી લાશ મળી આવ્યા બાદ રહસ્યના આટાપાટા સર્જાયા છે.
આ અગાઉ યસનું અપહરણ થયાની સાથે છેક અંજારથી આદિપુર ગાંધીધામ સુધીના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા જે માટે આદિપુર ખાતે પોતાના સ્કૂટરથી ડબલ સવારી એટલે કે અન્ય એક યુવકને બેસાડી જતો હોવાનું જણાઈ આવ્યું છે પરંતુ એ વ્યક્તિ કોણ છે અને ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળેલો યસનું અપહરણ કોણે કર્યું અને તે ક્યાં ગયો. અને તેની હત્યા થઈ તો કોણે અને શા માટે કરી એ એક કોયડો અકબંધ રહે છે. આ ઉપરાંત યસને છોડાવવા માટે 11 તારીખે મુંબઈ ખાતે સવા કરોડ રૂપિયા પહોંચાડવાની વાત કરવામાં આવી હતી પરંતુ જે નંબરથી ફોન આવ્યો હતો એ નંબર સતત બંધ આવે છે ત્યારે આ ઘટનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે યક્ષ સવાલ બની રહ્યો છે આ ઘટનાએ ગાંધીધામ આદિપુર સંકુલમાં સનસનાટી સાથે અરેરાટી ફેલાવી દીધી છે. આ ઘટનામાં ખૂબ જ ચોકાવનારો ધડાકો થવાની શક્યતા નકારાતિ નથી. આ ઘટનાએ જે રહસ્યો સાથે સવાલ વહેતા કર્યા કે તેમાં યસનું અપહરણ કરનાર વ્યક્તિ દ્વારા સવા કરોડની ખંડણી માંગવામાં આવ્યા બાદ ફોન સ્વીચ ઓફ કેમ કરી દેવાયો આ એક યક્ષ સવાલ છે ઉપરાંત ખંડણીની રકમ મુંબઈ પહોંચાડવાની વાત કહેવામાં આવી પરંતુ મુંબઈમાં ક્યાં અને કોને આપવાની એની કોઈ ચોખવટ કેમ નથી થઈ આ વિચાર માંગી લેતો પ્રશ્ન છે.
આ ઉપરાંત અપહરણ થયાના બીજા દિવસે યસ દ્વારા (મેં ફસ ગયા હું) બોલતો એક નાનકડો વિડિયો શેર કરાયો છે પરંતુ પછીથી તેનો ફોન પણ બંધ થઈ જાય છે એ પણ શંકા પ્રેરક છે અને જે સ્થળેથી આ વિડીયો શુટ કરાયો છે તે સ્થળેથી તપાસમાં કંઈ જ મળતું નથી અને પછી યસનું બુટ મળે છે અને ત્યાંથી દાટી દેવાયેલી એક લાશ મળે છે એ પણ ખૂબ ઊંડી તપાસ માગતો કોયડો છે એકંદર આ આખી ઘટનામાં કંઈક નવા વળાંક સાથે ખૂબ મોટો ધડાકો થવાની શક્યતા પણ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આ મૃતદેહ ખાડામાં ઊંધા માથે દાટી દેવાયેલી હતી જેને રિકવર કરી પોલીસે ફોરેન્સિક તપાસ માટે લાશને જામનગર મોકલી આગળની તપાસ હાથ ધરી છે આ અંગેની ઘટના સ્થળેથી જ વિગતો આપતા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે જે લાશ મળી છે તેના કપડા અને ઘડિયાળ પરથી આ લાશ યસની હોવાની શક્યતા છે નજીકમાંથી તેના બુટ પણ મળ્યા છે અને આ અંગે પોલીસ દ્વારા વ્યાપક રૂપે તપાસ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો:RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ
આ પણ વાંચો:પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
આ પણ વાંચો:સુરતમાં બાળકોની અનોખી પહેલ
આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો
