Kheda/ આદર્શ ક્રેડિટ કો.ઓ.સોસાયટીના રોકાણકારોને પૈસા ક્યારે મળશે?

ખેડા-આણંદ જિલ્લામાં આવેલ આદર્શ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી ખંભાતી તાળા વાગી જતા સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા.

Gujarat

હેમંત દેસાઈ – પ્રતિનિધિ, માતર

ખેડા-આણંદ જિલ્લામાં આવેલ આદર્શ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી ખંભાતી તાળા વાગી જતા સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. જેને પરત લેવા માટે ગ્રાહકો કોર્ટના ચક્કરો કાપી રહ્યા છે તો કેટલાક રૂપિયા પરત મળવાની આશાઓ એ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

હાલમાં તો આ ક્રેડિટ સોસાયટીના સંચાલકો દિલ્હી છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે. જામીન મેળવવા માટે તારીખ પર તારીખો પડી રહી છે. રોકાણકારોની ધીરજ પણ હવે ખૂટતી જઇ રહી છે. આ લખાઈ રહેલ છે ત્યાં સુધી આદર્શના સંચાલકોને હજુ સુધી જામીન ન મળતા રોકાણકારો ચિંતાતુર બન્યા છે.

દિલ્હી ખાતે આવેલ નામદાર સુપ્રીમ કોર્ટમાં મુકેશ મોદીની જામીન અંગેનો કેશ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આગામી 22 નવેમ્બર 2023ના રોજ રાખવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રોકાણકારોનું કહેવું છે કે, ખેડા જિલ્લામાં નડિયાદ અને કપડવંજ તેમજ આણંદ જિલ્લામાં આણંદ, પેટલાદ અને તારાપુર ખાતે આદર્શ ક્રેડિટ કો.ઓપ.ની શાખાઓ કાર્યરત હતી. તેમાં હજારો રોકાણકારોના કરોડો રૂપિયા તે પણ પરસેવાની કમાણીના ફસાઈ ગયા છે. આ પૈસા પરત ક્યારે મળશે ? તેનું હજુ કોઈ ચોક્કસ ઠેકાણું નથી પણ સૌ ગ્રાહકોની નજર હાલ દિલ્હીમાં ચાલી રહેલ કેશ અને મુદતની તારીખ પર મંડાઈ રહેલ છે.

આ ક્રેડિટ સોસાયટીમાં રોકાણકારો તેમાંય ખાસ કરીને સિનિયર સીટીઝનોના પરસેવાની અને મહેનતની કમાણી હાલમાં ડૂબી જતાં તેઓની મુશ્કેલીઓ હાલ વધી રહી છે તો કેટલાક સિનિયર સીટીઝન રોકાણકારો પણ અવસાન પામ્યા છે તેઓ દ્વારા મુકવામાં આવેલ કરોડોની થાપણો અને રીકરીંગ ખાતાઓ માં પૈસા હાલમાં પડી રહ્યા છે તેઓને હોસ્પિટલમાં સારવાર કરવા માટે પણ નાણાં ન હોવાથી ભારે મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ આદર્શ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીની દેશમાં 700 કરતા વધુ શાખાઓ આવેલ હતી અને તેના 80 લાખ કરતા પણ વધુ સભાસદો આવેલ છે. આગામી સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહેલ છે. ત્યારે સૌ રોકાણકારોને આશા છે કે વર્તમાન સરકાર આદર્શ ક્રેડિટ સોસાયટીના રોકાણકારોને પરસેવાની રકમ પરત અપાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી આદર્શ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીના સૌ રોકાણકારો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

હાલમાં તો આ ક્રેડિટ સોસાયટીમાં સરકાર દ્વારા લિકવીડેટરની છેલ્લા ઘણાં સમયથી નિમણૂક પણ કરવામાં આવી હોવા છતાં કોઈ જ નકકર કાર્યવાહી પણ કરવામાં આવી ન હોવાનું રોકાણકારોએ જણાવ્યું હતું.



આ પણ વાંચો: આવી ગઈ ચિકનગુનિયાની પ્રથમ રસી, જાણો ક્યારે, કોને અને કેવી રીતે આપવામાં આવશે

આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચેની મંત્રણામાં મામલો સ્પષ્ટ, હવે કેનેડાની અકળ નીકળી જશે

આ પણ વાંચો: આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા, રાજ્ય કટોકટી લાદવામાં આવી