Ahmedabad News/ અમદાવાદના સાણંદમાં ટ્રેક્ટરથી 150 લોકોને બચાવાયા, ગામ હતું પાણીમાં ગરકાવ

છેલ્લાં 24 કલાકથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેમા પણ રાજ્યના અમદાવાદ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. તેના લીધે ભારેથી અતિભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જોકે, અમદાવાદ જિલ્લાનો એક વિસ્તાર તો એવો પણ છે જ્યાં ચારેય બાજુથી તૂટી પડેલાં વરસાદને પગલે બેટ જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણ અહીં ઢગલાબંધ લોકો ફસાઈ ગયા હતા. આવી સ્થિતિમાં અંદાજે 150થી વધુ લોકોને ટ્રેક્ટર દ્વારા બચાવવાની ફરજ પડી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: છેલ્લાં 24 કલાકથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેમા પણ રાજ્યના અમદાવાદ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. તેના લીધે ભારેથી અતિભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જોકે, અમદાવાદ જિલ્લાનો એક વિસ્તાર તો એવો પણ છે જ્યાં ચારેય બાજુથી તૂટી પડેલાં વરસાદને પગલે બેટ જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણ અહીં ઢગલાબંધ લોકો ફસાઈ ગયા હતા. આવી સ્થિતિમાં અંદાજે 150થી વધુ લોકોને ટ્રેક્ટર દ્વારા બચાવવાની ફરજ પડી.

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે સાણંદનું રૂપાવટી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. તેના કારણે ગામના ખેતરમાં ફસાયેલાં વાદી સમુદાયના 150થી વધુ લોકોને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતા. ભારે વરસાદની વિકટ પરિસ્થિતિમાં વાદી સમુદાયની વ્હારે વહીવટી તંત્ર આવ્યું હતું.

રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. ના માર્ગદર્શનમાં જિલ્લાભરમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર સમગ્ર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. ગતરાત્રીએ અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે ત્યારે સાણંદ તાલુકાના રૂપાવટી ગામે ખેતરમાં રહેતા વાદી સમુદાયના ૧૫૦થી વધુ નાગરિકો ફસાયા હતા.

રૂપાવટી ગામના તલાટી કે.સી. બરંડા અને તેમની ટીમ દ્વારા ફસાયેલા લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેક્ટરની મદદથી નાગરિકો ઉપરાંત તેમના પશુધન અને ઘરવખરીને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ તેઓ તેમને વતન ધાંગધ્રા તરફ રવાના થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુશળધાર વરસાદનો કહેર, દાહોદનો અદલવાડા ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

આ પણ વાંચો:  નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોનું સ્થળાંતર કરાયું

આ પણ વાંચો: 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી