Gujarat Weather News: હવામાન વિભાગની આગાહી અનુસાર 24 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આજે 25મી ઑગસ્ટે દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયુ છે. ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી.

વલસાડ જિલ્લા માં વરસાદની હેલી,તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.સૌથી વધુ ધરમપુરમાં 5.39,વલસાડ 2.95 ઇંચ ,પારડી 4.60 ઇંચ ,કપરાડા 3.22 ઇંચ વરસાદ વરસ્યો છે.ઉમરગામ 4.48 ઇંચ અને વાપીમાં 4.76 ઇંચ વરસાદ નોંધાયો છે.ત્યારે જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે. પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં પડ્યો હોય તેવું કહેવાય છે.વરસાદ પડતા કપડવંજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ ઇન્દ્રપ્રસ્થ નામની સોસાયટીની સંરક્ષણ દિવાલ થઈ ધરાશયી થઇ છે. તમને જણાવી દઈએપાછળ રહેલા મકાન ઉપર પડ્યો હતો જેના કારણે મકાનમાં રહેતા પરિવારના લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં બે મહિલા એક પુરુષ અને એક બાળકીને ગંભીર ઇજાઓ થઈહતી.ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

ભાવનગરમાં મેઘસવારી બીજા દિવસે પણ યથાવત છે.જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ
જિલ્લામાં મેઘ સવારીથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી મળી રાહત મળી હતી.

જુનાગઢ શહેરના વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
તળાવ દરવાજા, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે.

અમરેલીના બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ત્યારે બાબરા, ચરખા,ઉટવડ,કીડી,સિરવાણિયા,કોટડામાં વરસાદ વરસ્યો છે.સિરવાણિયા,કોટડા પીઠા જેવા ગામોમાં પણ વરસાદ પડ્યો હતો.મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.તેમજ વરસાદ થતાં ખેડૂતો એ હાશકારો અનુભવ્યો હતો.
5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.29 ઓગસ્ટ સુધી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાત ઉપર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે.આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે અને 26 અને 27 બે દિવસ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

રાજકોટના ધોરાજીમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે.ધોરાજી સહિત ધોરાજીના ભૂખી અડવાર જમનાવડ સહિતના ગામમાં વરસાદ પડ્યો છે. ત્યારે અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો. ત્યાર બાદ વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો.

ભાવનગરના સિહોર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ટાણા, વરલ, કનાડ, મઢડા કાજાવદર ગામે તેમજ સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે જાણે પિયાત પાણીનો પ્રશ્ન હલ થશે.

બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો.ગઢડા તાલુકાના કાપરડી ગામે સતત બીજા દિવસે ગાજવીજ સાથે શરૂ વરસાદ થયો હતો. જેના કારણે કાપરડી ગામની બજારોમાં વરસાદ ના પાણી વહેતા થયા હતા.કાપરડી ટાટમ,ગોરડકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
દાહોદ જિલ્લામા ધોધમાર વરસાદ વરસતા વરસાદ ના પગલે એસટી સ્ટેન્ડ મા પાણી ભરાયા છે.
સુરતના માંડવીમાં વરસાદને પગલે ગોડધાડેમ ઓવરફ્લો થયો છે.ઉપરવાસમાં વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે ગોડધાડેમના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.જે આહલાદક દ્રશ્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જ્યાં સ્થાનિક લોકો માછીમારી કરતા જોવા મળ્યા હતા.
જીવાદોરી સમાન ગણાતો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા હતા.

હવામાન વિભાગના આંકડા અનુસાર સૌથી વધુ સાડા 4 ઈંચ જેટલો વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પડ્યો છે. આવનારા દિવસોમાં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં મુશળધાર વરસાદ પડી શકે છે, અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, ગીર, સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Live Update
4.21
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટે પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ઉકાઈ ડેમમાંથી હાલ 55 હજાર ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે, મધ્ય પ્રદેશ અને ઉકાઈના ઉપરવાસમાં સતત ભારે વરસાદથી ઉકાઈ ડેમમાંથી 1 લાખ 25 હજાર ક્યુસેક્સ પાણી છોડવામાં આવશે.
તબક્કાવાર ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડાશે. નીચાણવાળા વિસ્તારમાં ગટરીયા પૂરની શક્યતા છે. તાપી નદીનું જળ સ્તર વધશે, તો ફલ્ડ ગેટ બંધ કરવામાં આવશે. ફલ્ડ ગેટ બંધ કરવામાં આવશે તો ગટરીયા પૂરની શક્યતા છે.
3.58
સુરતમાં માંડવીમાં વરસાદને પગલે ગોડધાડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થતા ગોડધાડેમના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે.
આહલાદક દ્રશ્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક લોકો માછીમારી કરતા જોવા મળ્યા છે.
જીવાદોરી સમાન ગણાતો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે.
3.26
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. મધુબન ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. દમણગંગા નદીમાં પાણી છોડાયું, જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે થયા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદથી વલસાડની નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે, કોઝવે પાણીમાં ગરગાવ થયા છે. ગ્રામવાસીઓને 15 કિલોમીટરના ચકરાવો ખાવાની નોબત આવી પડી છે.
2.54
ડીસામાં ધમાકેદાર વરસાદથી પાણી પાણી થઈ ગયા છે વિસ્તારો. બજાર અને સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી. બેકરી કુવા, વ્હોરાવાસ, રાણપુર રોડ પર પાણી ભરાયા છે. વરસાદી પાણી ઘરમાં ઘુસતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. સોસાયટીના અનેક ઘરમાં વરસાદી પાણી ભરાયા છે. ડીસામાં સવારથી જ છે ધમાકેદાર મેઘ મહેર થઈ રહી છે.
2.45
સાબરકાંઠાના ઈડરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઈડરિયો ગઢ વાદળો વચ્ચે ઘેરાયો હોય તેમ જણાઈ રહ્યું છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી તહેવાર ટાણે લોકોને હાલાકી પડી રહી છે.
2.20
નર્મદા ડેમ અંગે મામલતદાર ડીઝાસ્ટર નર્મદા-રાજપીપલા તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ગત રોજ સરદાર સરોવર નર્મદા ડેમ ના 09 દરવાજા 0.80 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૯૫,૦૦૦ ક્યુસેક પાણી વહેતું થયું છે તો બીજી તરફ નદી તળ વિધુત મથક (R.B.P.H) ના 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૯૫,૦૦૦ ક્યુસેસ પાણી નદી માં છોડવામાં આવ્યું છે. જેથી સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારો માં આવતા નાંદોદ ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામો ને કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| મહેસાણા | વિજાપુર | 8.07 |
| સુરત | ઉમરપાડા | 7.72 |
| ખેડા | કપડવંજ | 5.24 |
| ગાંધીનગર | માણસા | 4.57 |
| વલસાડ | ધરમપુર | 4.37 |
| છોટાઉદેપુર | છોટાઉદેપુર | 4.37 |
| વલસાડ | ઉમરગામ | 3.82 |
| વલસાડ | પારડી | 3.78 |
| તાપી | સોનગઢ | 3.54 |
| મહેસાણા | વિસનગર | 3.43 |
| ગાંધીનગર | દહેગામ | 3.23 |
| વલસાડ | વાપી | 3.11 |
| નર્મદા | સાગબારા | 2.99 |
| સુરત | માંગરોળ | 2.95 |
| બનાસકાંઠા | પાલનપુર | 2.87 |
| છોટાઉદેપુર | કવંત | 2.83 |
| બનાસકાંઠા | ડીસા | 2.68 |
| નવસારી | ખેરગામ | 2.60 |
| છોટાઉદેપુર | જેતપુર પાવી | 2.52 |
| મહેસાણા | મહેસાણા | 2.44 |
| સાબરકાંઠા | પ્રાંતિજ | 2.36 |
| ખેડા | થસરા | 2.32 |
| સુરત | ઓલપાડ | 2.32 |
| વલસાડ | વલસાડ | 2.28 |
| ખેડા | કાથલાલ | 2.24 |
| ખેડા | મહુધા | 2.24 |
| આણંદ | ઉમરેઠ | 2.17 |
| ગાંધીનગર | કલોલ | 2.13 |
| બનાસકાંઠા | દાંતીવાડા | 2.09 |
1.45
છોટાઉદેપુરની હેરણ નદીમાં ધોડાપુર આવ્યુ છે. ઘોડાપૂર આવતા રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે.
જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. ઉપરવાસમાં વરસાદને પગલે આડબંધ ઓવરફ્લો થયો છે. લોકો આડબંધનો નજારો જોવા માટે ઉમટ્યા છે.
1.17
વિજાપુરમાં 8 ઇંચ વરસાદથી પાણી પાણી થયું છે. સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ પડ્યો છે. ટીબી રોડ, ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં ભરાયા પાણી. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિજાપુર મામલતદાર સહિત પાલિકા ટીમ કામે લાગી ગઈ છે. વરસાદે વિરામ લેતાં તંત્ર પાણી નિકાલ માટે કામે લાગ્યું છે.
1.12
વલસાડના કાંજનરણછોડ ગામે પુરમાં કાર તણાઇ ગઈ છે. નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા કાર તણાઈ હતી. કોઝવે પરથી ચાલકે નદીમાં પસાર થવા કર્યો પ્રયાસ. ચાલક સાથે કાર તણાઇ જતા લોકો એકઠા થયા છે. લોકોએ તાત્કાલિક કાર ચાલકનું કર્યું રેસ્કયું કર્યુ. ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવા કર્યો પ્રયાસ.

12.53
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ખેડલા ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીર આવ્યા છે. ખેડવા ડેમનો એક દરવાજો ખોલાયો છે. ખેરવા ડેમમાં 240 કયુસેક પાણીની આવક થતાં 240 કયુસેક પાણી છોડાયું છે. ડેમનું રૂલર લેવલ જાળવવા માટે પાણી છોડાયું છે.

12.46
ખેડાના ઠાસરામાં વહેલી સવારથી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. પોરડા ગામે નદીની જેમ વરસાદી પાણી વહ્યા છે. અજુપુરા, લાભપુરા, હરીપુરા, દેવનગરમાં ઓરડાથી અમૃતપુરા, ચંદાસરનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પોરડા ગામના 40 જેટલા મકાનો સંપર્ક વિહોણા થયા છે.

12.42
પાલનપુરમાં ધોધમાર વરસાદથી પાણી-પાણી થયા છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. મફતપુરા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
12.35
સતલાસણા ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 6111 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ. જળ સપાટીમાં 10 દિવસ બાદ 2 ફૂટનો વધારો થયો છે. ધરોઈની જળ સપાટી 603.27 ફૂટ પહોંચી છે. ધરોઈમાં પાણીનો જથ્થો 41.53 ટકા થયો. ધરોઈની ભયજનક સપાટી 622 ફૂટ છે.
સવારે 8 થી 10 વાગ્યા સુધીના આંકડા
| તાલુકો | વરસાદ(મિમિમાં) |
| માણસા | 76 |
| ઉમરપાડા | 70 |
| ક્વાંટ | 67 |
| પારડી | 43 |
| ઉમરેઠ | 42 |
| કઠલાલ | 40 |
| કપડવંજ | 35 |
| દહેગામ | 35 |
| સોનગઢ | 35 |
| વલસાડ | 33 |
| દાંતિવાડા | 33 |
| ખેરગામ | 30 |
| ગણદેવી | 29 |
| છોટાઉદેપુર | 28 |
| ધરમપુર | 28 |
| ઠાસરા | 27 |
| મહુધા | 26 |
| મહેસાણા | 26 |
12.06
તાપીમાં વહેલી સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. વ્યારા, સોનગઢ, તાપીમાં અવિરત વરસાદથી પાણી ફરી વળ્યા છે. તાપીમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી છઈ છે. સોનગઢમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી 6 કલાકમાં4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સોનગઢના જાહેર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.
11.53
સુંધામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પાણીના વહેણમાં ચાર લોકો તણાયા છે. એક મહિલાનું મોત, ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સ્થાનિકોએ ત્રણને જીવીત બહાર કાઢ્યા છે.
11.39
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વહેલી સવારથી ધીમી ધારે વરસાદથી બાવળા, ધોળકા, સાણંદ પાણીમાં સમાઈ ગયા હોય તેમ જણાઈ રહ્યું છએ. બગોદરા તાલુકામાં ધીમી ગતિએ વરસાદ ચાલુ થયો છે. અમદાવાદ શહેરમાં મીઠાખળી અંડરપાસ બંધ કરાયા છે.
11.36
સુરતમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં 2.7 ઇંચ વરસાદ પડ્યો છે. ઓલપાડ તાલુકામાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે. વરસાદને પગલે ચેકડેમ અને નદીનાળા છલકાયા છે..
11.32
બનાસકાંઠાની નજીકના સુંધા માતાજીમાં વરસાદ વરસ્યો છે.
વરસાદ પડતા પગથિયાં પર ધોધ જેવો માહોલ સર્જાયો છે. સુંધા પર્વતના અનેક ઝરણાં થયા જીવંત. વરસાદ પડતા પર્વતનો રમણીય નજારો જોવા મળ્યો છે.
11.25
બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ડીસા શહેરમાં સવારથી મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. વરસારના પગલે રાણપુર રોડ વેલુનગર વિસ્તાર ત્રણ હનુમાન રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં રાહદારીઓ સહિત વાહનચાલકો મુકાયાં મુશકેલીમા..ડીસા શહેરમાં કાળઝાળ ગરમીથી શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આજે વરસાદની શરૂઆત થતાં શહેરજનોને ગરમીમાંથી રાહત મળતાં લોકોએ વરસાદની પણ મજા માણી છે.
11.13
બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર આવ્યા છે. વરસાદને લઈને બાલારામ નદીમાં ભારે વરસાદને લઈને નદીમાં પાણી વહેતા થયા છે.
11.00
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વિજાપુરમાં સાંબેલાધાર વરસાદથી 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વિજાપુરમાં 8 ઇંચ વરસાદથી જળ બંબાકાર થયું છે. શહેરમાં ચારે તરફ જળ બંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. વિસનગર અને ખેરાલુમાં પણ ભારે વરસાદ, વિસનગરમાં બે ઇંચ વરસાદ, ખેરાલુમાં પણ બે ઇંચ વરસાદ પડ્ો છે.
સુરતમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. બણભા ડુંગર આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદમાં બણભા હીલ સ્ટેશન પર્યટકો ઉમટ્યા છે.
10.47
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છે, જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદ, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. જલાલપોર તાલુકામાં વહેલી સવારથી વરસાદ, ચીખલી,ખેરગામ,ગણદેવી અને વાંસદામાં વરસાદ છે.
અરવલ્લીના મોડાસામાં વરસાદી પાણી ભરાયા છે. લીંભોઈ પાસેના ઈટાડીમાં વરસાદી પાણી ભરાયા છે. ઈટાડી ગામમાં પાણી ભરાઇ જતા લોકો પરેશાન થયા છે. ગત રાત્રે પડેલા વરસાદનું પાણી ભરાયું છે. નીચાણવાળા વિસ્તારના રહેણાંક મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી પડી રહી છે.
સવારે 6 વાગ્યા સુધીના આંકડા
| તાલુકો | વરસાદ (મિમીમાં) |
| વડગામ | 112 |
| નડિયાદ | 102 |
| મેઘરજ | 101 |
| બગસરા | 97 |
| મહુધા | 92 |
| દહેગામ | 90 |
| અમીરગઢ | 89 |
| ગોધરા | 83 |
| હિમંતનગર | 77 |
| કપડવંજ | 74 |
| મોડાસા | 71 |
| કડાણા | 70 |
| કલોલ | 67 |
| સંતરામપુર | 66 |
| માલપુર | 66 |
| સોજિત્રા | 64 |
| હાંસોટ | 63 |
| ખંભાત | 61 |
| ઉમરપાડા | 61 |
| તાલોદ | 58 |
| ફતેપુરા | 57 |
| ડેડિયાપાડા | 53 |
| બાયડ | 52 |
10.44
સુરતના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ છે. જહાંગીરપુરા, રાંદેર, સરથાણા, પાલમાં વરસાદ છે. સચીન, અમરોલી, હજીરામાં સામાન્ય વરસાદમાં તંત્રના પાપે પાણી ભરાયા છે. ડ્રેનેજ લાઈન નહીં હોવાથી સ્માર્ટ સીટી SMCની ગંભીર બેદરકારી સામે આવી છે. દેશી જુગાળ કરી SMC એ બતાવી સ્માર્ટનેસ. મજુરા ગેટ નજીક પંપ મુકવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલની બહાર ભરાયા વરસાદના પાણી.
10.36
મહિસાગરમાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ કરાયું છે. તમામ અધિકારીઓને મથકના છોડવા આદેશ અપાયા છે. નિવાસી કલેકટર દ્વારા અધિકારીઓને કરાયા સૂચિત.
બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક થથઈ છે. ઉપરવાસમાં વરસાદથી જળ સપાટીમાં વધારો થયો છે. 5061 ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ છે. ડેમમાં 22.25% સંગ્રહિત છે પાણીનો જથ્થો. પાણીની આવક થતા ખેડૂતોને થશે ફાયદો.
10.30
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. દાંતીવાડા, પાંથાવાડા, ધાનેરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. પાંથાવાડા, ગુંદરી, ભીલડામાં વરસાદ ખાબક્યો છે. બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે.
10.15
સુરતના ઉકાઇ ડેમના 8 દરવાજા ખોલાયા છે. દરવાજા ખોલાતા તાપી નદીમાં પાણીની આવક વધી છે. ડેમનું રુલ લેવલ કરવા ચાર ફૂટ દરવાજા ખોલાયા છે. 75,600 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે.
10.00
પાલનપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમીરગઢ, દાતા, અંબાજીમાં ભારે વરસાદ છે. જુના બસ સ્ટેન્ડ, ગઠામણ ગેટ પાણી ભરાયા છે. અંબાજી હાઇવે, ધણીયાના ચોકડી પર ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.
9.56
પાટણના સિદ્ધપુરમાં વહેલી સવારથી શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ છે. કાકોશી,બીલિયા,ચાટાવાડા,નાગવાસણમાં વરસાદ છે. કલ્યાણા, કુંવારા સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. કપાસ, એરંડા, કઠોરના પાકને મળ્યું જીવતદાન.
9.45
ભરૂચના દહેલી ગામ પાસે કિમ નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. કિમ નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળ્યા છે. જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર થયા છે. મુખ્ય માર્ગો, નાના બ્રિજ ધોવાતા પરિસ્થિતિ વિકટ બની છે. અંકલેશ્વરથી મહારાષ્ટ્ર બુરહાનપુર રોડ પર પાણી છે વાહન ચાલકો નાખી રહ્યા જીવને જોખમમાં. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
9.35
વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. વલસાડના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી-પાણી થયા છે. ઉમરગામમાં 2 કલાકમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
9.20
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સહિત કાલસર, નેશ, ધુણાદરા, સુઈ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘ મેહેર થઈ છે. રણછોડજી મંદિર બહાર પરાયા ઢીંચણ સુધીના પાણી જોવા મળ્યા છે. યાત્રાળુઓએ દર્ષન પાણી ઓળંગી કરી રહ્યા છે, ટુ-વ્હીલરો પણ અડધા પાણીમાં ગરકાવ થયા છે.
9.12
મહેસાણાનાં ખેરાલુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સતત બીજા દિવસે પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. વહેલી સવારેજ મેઘરાજાની પધરામણી કરી છે.
9.10
અમદાવાદ શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છેેે. નારણપુરા, નવરંગપુરા, શાહીબાગ, વાડજ, સોલા, બોપલમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
9.05
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા, જંબુસરમાં 18 મી.મી, આમોદમાં 6 મી.મી,વાગરામાં 16 મી.મી અને ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયા અને અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ, હાંસોટમાં 2.5 ઇંચ અને વાલિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
9.00
પંચમહાલના હડફ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે નવા નીરની આવકથી સપાટી જાળવવા માટે એક ગેટ અડધો ફૂટ ખોલાયો છે. રાત્રે ડેમમાંથી 671 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે. ડેમની હાલની જળ સપાટી 165.70 મીટરે છે.
આ પણ વાંચો:આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
આ પણ વાંચો:અમદાવાદ વહેલી સવારથી વરસાદથી ભીંજાયુ, ધીમી ધારે સાર્વત્રિક વરસાદ
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં કેવો છે વરસાદ
