Gujarat Weather News: રાજ્યમાં આજે સવારથી કેટલાક જીલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે Indian Meterological Department આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની Rain આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની Heavy Rain આગાહી Estimate કરવામાં આવી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં 48 કલાક બાદ વરસાદનું જોર વધશે તેમ આઈએમડી IMD તરફથી જાણવા મળ્યું છે. 24 થી 28 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
Gujarat Rain Live Update
1.34 PM
ખેડાના કપડવંજમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કપડવંજ-કઠલાલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે બફારા, ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે પવન અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. કપડવંજ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી નચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, કપડવંજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.
1.18 PM
છોટાઉદેપુરમાં નદીમાં પૂર આવતા યુવતી ફસાઇ ગઈ હતી. મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાતા સાડા ત્રણ કલાક રેસ્કયુ બાદ યુવતીને બહાર કઢાઈ હતી. ફાયર વિભાગની ટીમ, સ્થાનિક તરવૈયાઓએ રેસ્કયુ કર્યું હતું.
1.15 PM
ગાંધીનગરમાં લાંબા વિરામ બાદ મેઘો ત્રાટક્યો છે. લાંબા સમય બાદ વરસાદથી ગાંધીનગર ફરીથી હરિયાળું બન્યું છે.
1.10 PM
સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો છે. એક માત્ર ધોધ ગણાતો દેવઘાટના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દેવઘાટ ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
ઉમરપાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. વડપાડા, કેવડી સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે.
12.00 PM
અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. કેટલાક વિસ્તારોમાં ઝાપટું પડ્યું છે. નવરંગપુરા, નારણપુરા વિસ્તારમાં મેઘો આવ્યો છે.
11.30 AM
છોટાઉદેપુરની નસવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો લાંબા વિરામ બાદ નસવાડીમાં વરસાદ વરસ્યો છે.
11.00 AM
સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માંગરોળ, માંડવી, ઉમરપાડામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાક માટે વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થશે તેમ જણાઈ આવી રહ્યું છે.
10.45 AM
સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ચિત્રોડા, પોશીના, બ્રહ્નપુરી, રેવાસમાં વરસાદ પડી રહ્યો છે. વસાઈ, જીઝવા સહિતના ગ્રામ્યમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ભરાયા છે. જરૂરિયાતના સમયે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની તાતી જરૂરિયાત છે.
10.25 AM
અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પસપચિયા, ત્રાકૂડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના દરિયાકાંઠાના દુધાળા સહિતમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે.
અમરેલીના ધારી ગીરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ધારીના રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયાં છે. ગીગાસણ, દલખાણીયા સહિતના ગીરના ગામોમાં વરસાદથી ગોવિંદપુર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઘોડાપૂર આવતા નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે.
10.15 AM
સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. કિમ, સાયણ, ટકારમાં, વડોલી સહિતમાં વરસાદ શરૂ થતા બફારાથી લોકોને રાહત મળી છે. વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થશે.
10.00 AM
અમરેલીના બગસરા શહેરમાં મેઘો મહેરબાન થયો છે. બગસરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ડેરી પીપરિયા, જેઠીયાવદર, હડાળા સહિતમાં વરસાદના પગલે ગરમીથી આંશિક રાહત થઈ છે.
આ પણ વાંચો:ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યો, સુરતમાં મેટ્રો બ્રિજના બે ભાગ થયા
આ પણ વાંચો:આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
આ પણ વાંચો:જૈન સમાજની સાધ્વીની છેડતી કરવા મામલે બનાસકાંઠા પોલીસ એક્શનમાં
