Surat News: સુરતમાં સારોલી-કડોદરા રસ્તા પર આવેલ મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે.સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યાં છે. બ્રિજનો એક બાજુનો ભાગ નમી જતા વહીવટી તંત્રની નબળી કામગીરીનો વધુ એક પુરાવો જનતાને મળ્યો છે.
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે નમેલો ભાગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ
