Gujarat Weather/ આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે

 હવામાન વિભાગે Indian Meterological Department આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની Rain આગાહી કરી છે.

Top Stories Gujarat Breaking News
Image 2024 08 23T082842.160 આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે

Gujarat Weather News: હવામાન વિભાગે Indian Meterological Department આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની Rain આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની Heavy Rain આગાહી Estimate કરવામાં આવી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં 48 કલાક બાદ વરસાદનું જોર વધશે તેમ આઈએમડી IMD તરફથી જાણવા મળ્યું છે. 24 થી 28 કલાકમાં  સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

Image 2024 08 23T090746.957 આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે

ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે પૂર્વ, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન Cyclonic Circulation અને લો પ્રેશર સિસ્ટમ Low Pressure System, એમ એકસાથે 2 સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે.

24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે વરસાદ આફત લઈને આવશે તેમ જણાઈ રહ્યું છે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ આગામી 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે.

Image 2024 08 23T092309.937 આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે

આ સાથે જ કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ Heavy Rain Alert પણ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે.

Image 2024 08 23T090845.332 આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે

રાજ્યના 55થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં મેઘરાજાનું આગમન થયું હતું.ભારે વરસાદ ખાબકતા મોડાસાના રસ્તાઓ પાણી પાણી થયા હતા. રાજ્યમાં કુલ 55થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી નોંધાઈ છે. જેમાં સૌથી વધુ મોડાસામાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં પણ વરસાદે થોડા જ કલાકોમાં ધડબડાટી બોલાવી હતી. કેટલાય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. શહેરના પોશ વિસ્તારો પણ સામાન્ય વરસાદમાં ગરકાવ થઈ ગયા હોય તેમ જણાતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યો, સુરતમાં મેટ્રો બ્રિજના બે ભાગ થયા

આ પણ વાંચો:સુરત શહેરમાં મેટ્રો પ્રોજેકટની કામગીરીથી લોકોને પડી રહી છે હાલાકી

આ પણ વાંચો:જૈન સમાજની સાધ્વીની છેડતી કરવા મામલે બનાસકાંઠા પોલીસ એક્શનમાં