ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, સામાન્ય નાગરિકને સતત મોંધવારીનો માર

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ લગભગ દરરોજ આંચકો આપવાનું શરૂ કર્યું છે. વર્ષ 2021 ની શરૂઆતથી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થયો છે.

Top Stories Business
  • આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો
  • પેટ્રોલમાં પ્રતિ લિટર 23 પૈસાનો વધારો
  • ડીઝલમાં પ્રતિ લિટર 32 પૈસાનો વધારો
  • પેટ્રોલમાં અત્યાર સુધી 17.67રૂ.નો વધારો
  • ડીઝલમાં અત્યાર સુધી 15.75રૂ.નો વધારો
  • છેલ્લાં નવ મહિનામાં ભાવવધારો યથાવત
  • કોમનમેનને સતત મોંઘવારીનો માર

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ લગભગ દરરોજ આંચકો આપવાનું શરૂ કર્યું છે. વર્ષ 2021 ની શરૂઆતથી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થયો છે. તેલનાં વધતા ભાવને કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ પણ વધવા લાગી છે.

આ પણ વાંચો – OMG! / આ કૂતરાનાં દુનિયામાં સૌથી લાંબા કાન છે, Guinness Book of World Records’ માં નોંધાયું છે નામ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પેટ્રોલમાં આશરે 23 પૈસા અને ડીઝલમાં લગભગ 32 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. અત્યાર સુધીમાં પેટ્રોલનાં ભાવ 17.67 રૂ. નો વધારો થયો છે, વળી ડીઝલનાં ભાવમાં અત્યાર સુધીમાં 15.75 રૂ. નો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે. વળી, પેટ્રોલ પણ પ્રતિ લિટર 102 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. આજે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં પેટ્રોલનાં ભાવમાં અનુક્રમે 25 પૈસા, 24 પૈસા, 30 પૈસા અને 22 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. વળી, ચાર મહાનગરોમાં ડીઝલ અનુક્રમે 30 પૈસા પ્રતિ લીટર, 32 પૈસા પ્રતિ લીટર, 30 પૈસા અને 29 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ શુક્રવારે (1 ઓક્ટોબર, 2021) દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં પેટ્રોલ અનુક્રમે 101.89 રૂપિયા, 107.95 રૂપિયા, 102.47 રૂપિયા અને 99.58 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે. બીજી બાજુ, ચાર મહાનગરોમાં ડીઝલ માટે ગ્રાહકોએ અનુક્રમે 90.17 રૂપિયા, 97.84 રૂપિયા, 93.27 રૂપિયા અને 94.74 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડી રહ્યા છે.

આ પણ વાંચો – Swachh Bharat Mission / પીએમ મોદી આજે સ્વચ્છ ભારત મિશન અને અમૃતના બીજા તબક્કાની શરૂઆત કરશે

શુક્રવારે યોજાયેલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની મહત્વની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મીડિયાને સંબોધતા નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલને GST નાં દાયરામાં લાવવાની અટકળોનો અંત લાવ્યો હતો. તેમણે કહ્યું, “પેટ્રોલ અને ડીઝલને GST નાં દાયરામાં લાવવાનો વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી. આ માટે આવક સંબંધિત ઘણા મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડશે. આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી ન હોતી.