Ahmedabad News: અમદાવાદ Ahmedabad માં આજે સવારથી ધીમીધારે વરસાદ Rain વરસવાનો શરૂ થઈ ગયો છે. આગામી 4 દિવસ ભારે વરસાદ પડવાનું એલર્ટ હવામાન વિભાગ Meterological Department દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે વરસાદ પડવાથી સમગ્ર વાતાવરણમાં મહેક પ્રસરી ગઈ છે. શાળાએ બાળકો જઈ રહ્યા હતા દરમિયાન વરસાદ પડવાથી રેઈનકોટ, પહેરીને નીકળી પડ્યા છે. માહિતી મુજબ આખા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં સરેરાશ પોણો ઇંચથી લઇને બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નરોડા વિસ્તારમાં 4 કલાકમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કોતરપુર અને મેમ્કો અને ચાંદખેડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાયન્સ સીટી અને ગોતામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે.
શ્યામલ, સાયન્સ સિટી, થલતેજ, બોપલ, ઘુમા, શીલજ, સેટેલાઇટ, ચાંદખેડા, સરખેજ, મકરબા, પ્રહ્લલાદ નગર, વેજલપુર, જીવરાજ પાર્ક, ગોતા, રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, મેમ્કો, સૈજપુર, નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસસ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્થર ગુજરાતમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે. પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરી આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં મુશળધાર વરસાદ પડી શકે છે, અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, ગીર, સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
140થી વધુ તાલુકામાં વરસાદ
ગઈકાલે ગુજરાત રાજ્યના 140થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં સાડા 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્ય જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી તો ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલે લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત
આ પણ વાંચો: વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન